કોરોના વાયરસને દૂર કરવા માટે ચીનના વૈજ્ઞાનીકોએ હર્બલ દવા શોધી…

હેલ્થ

ચીનના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે ફૂલોમાંથી કે ફૂલોના છોડમાંથી બનાવેલ પ્રવાહી કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે. આ પરંપરાગત દવા ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. આ પછી તરત જ આ અંગે શંકાઓ પણ થવા લાગી.

દેશમાં કોરોના વાયરસ ફેલાવાના કારણે થતા મૃત્યુની સંખ્યામાં વધારો થતાં, લોકો દવાની દુકાનમાં કોરોના વાયરસની દવાની રાહમાં હતા. સરકારી મીડિયા સિન્હુઆએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે પ્રતિષ્ઠિત ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સને જાણવા મળ્યું છે કે આ પ્રવાહીથી કોરોના વાયરસને રોકી શકાય છે.

ઓનલાઇન શેર કરેલા વિડિયોમાં લોકો સર્જિકલ માસ્ક પહેરીને દવાની દુકાનમાં બહાર લાંબી લાઈનોમાં કોરોના વાયરસની દવા લેવા માટે ઉભા હોય છે. અધિકારીઓ દ્વારા ચેપ અટકાવવા માટે લોકોને એક જગ્યાએ ભેગા થવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

આ દવા ટૂંક સમયમાં બધીજ દવાની દુકાનમાં અને ઓનલાઇન માંથી પણ મળશે, પરંતુ ચીનના સોશિયલ મીડિયા પર એવી માહિતી આપવામાં આવી હતી કે તેની અસર અપેક્ષિત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *