કોઈને કોઈ કારણોસર ગુસ્સો સૌ કોઈને આવતો જ હોય છે. જો કોઈ એમ કહે છે કે મને ક્યારેય ગુસ્સો નથી આવતો તો આ વાત બિલકુલ ખોટી છે. કારણ કે આ એક સામાન્ય ભાવનાત્મક પ્રતિક્રિયા છે. હાં ગુસ્સા આવવાની ઝડપ અને પરિસ્થિતિમાં ફરક અવશ્ય જોવા મળે છે. કોઈને ઓછો ગુસ્સા આવે છે તો કોઈને નાની નાની વાત પર ટૂંક સમય જ તીવ્ર ગુસ્સો આવી જાય છે. આવી સ્થિતિમાં તે સ્વયં પરથી નિયંત્રણ ગુમાવી દે છે અને સામે વાળાને એવા શબ્દ બોલી દે છે જેના કારણે તેને પછતાવું પડે છે. આવા લોકોને શાર્ટ ટેમ્પર્ડ બોલવામાં આવે છે. જો તમને કોઈ વાત પર જલ્દી અને તીવ્ર ગુસ્સો આવે છે તો તમારે જરૂર છે તેને કાબૂમાં રાખવાની, કારણ કે આ સામેવાળા માટે તો યોગ્ય નથી, તમારા આરોગ્ય માટે પણ સારૂ નથી. અહીં કેટલાક ઉપાય જણાવવામાં આવી રહ્યાં છે જેને અપનાવીને તમે ગુસ્સાને ઘણાં અંશે કંટ્રોલમાં કરી શકો છો.
ઊંડા શ્વાસ લો
જો તમને કોઈ વાત પર ઝડપથી અને વધું ગુસ્સો આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં તમે ઊંડા શ્વાસ લેવાની કોશિશ કરો. આ ઉપાય એક મેડિટેશન રીતે કામ કરશે અને તમારા મનને શાંત કરવામાં ખાસ ભૂમિક નિભાવશે.
ઊધી ગણતરી કરો
ગુસ્સા આવવાની સ્થિતિમાં કઈ પણ બોલતા પહેલા ઊધી ગણતરી ગણવાનું શરૂ કરી દો. આથી તમારા ગુસ્સાની તીવ્રતામાં તો ઉણપ આવશે જ, સાથે જ તમે જે ખોટા શબ્દ બોલવાના હશે, તેને બોલવામાં પણ સ્વયં પર કંટ્રોલ કરશો.
ઠંડુ પાણી પીઓ
ગુસ્સો શાંત કરવા માટે એક ગ્લાસ ઠંડું પાણીની મદદ લઈ શકાય છે. એવામાં જ્યાં ગુસ્સાની તીવ્રતાને ઓછી કરવામાં આવશે, તો શબ્દમાં પણ બદલાવ જોવા મળશે. સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહેશે.
મ્યુઝિક સાંભળો
કોઈ વાતને વિચારીને જો તમને ગુસ્સો આવી રહ્યો હોય તો તમે મ્યુઝિકની મદદ લો. ગુસ્સા આવવાની સ્થિતિમાં તમે કોઈ એવું ગીત સાંભળવાની કોશિશ કરો જે તમને શાંતિ પહોચાડે.
સારી ઊંઘ લો
ઘણીવાર જોવામાં આવે છે કે ભરપૂર નિંદર ન લેવાથી અને થાક હોવાની સ્થિતિમાં પણ લોકો ચિડચિડાવા લાગે છે અને જલ્દી ક્રોધ કરવા લાગે છે. જો તમને પણ હંમેશા નાની નાની વાત પર ગુસ્સો આવે છે, તો તમારે સારી ઉંઘ લેવાની અત્યંત જરૂર છે. આ તમારા ક્રોધ આવવાની સ્થિતિમાં સુધારો કરશે.