Homeઅજબ-ગજબફક્ત ૧ વ્યક્તિની વસ્તી સાથે વિશ્વના આ છે ત્રણ નિર્જન શહેરો.

ફક્ત ૧ વ્યક્તિની વસ્તી સાથે વિશ્વના આ છે ત્રણ નિર્જન શહેરો.

રેડિયેશનના ડરથી અહી રહેતા લોકો આ સ્થાન છોડીને બીજે સ્થળાંતર થઈ ગયા હતા. ફક્ત ૫૮ વર્ષિય નાઓટો મત્સુમુરા જ ત્યા રહ્યા.. ત્યારથી તેઓ અહી એકલા રહે છે.

૧) તોમિઓકા જાપાન :– તોમિઓકા એક જાપાની શહેર છે જેની વસ્તી ૨૦૧૦ મા લગભગ ૧૫ હજાર હતી. ત્યારબાદ ૨૦૧૧ મા સુનામીના પ્રકોપના કારણે ભારે નુકસાન થયુ હતુ અને આ વિનાશમા ફુકુશીમા ડાઇચી વિભક્ત પ્લાન્ટ લીક થવા લાગ્યો હતો. આ લિકને લીધે ત્યા રેડિયેશન ફેલાઈ ગયુ.

રેડિયેશનના ડરથી અહી રહેતા લોકો આ સ્થાન છોડીને ત્યાંથી સ્થળાંતર કર્યું. ફક્ત ૫૮ વર્ષિય નાઓતો મત્સુમુરા જ રહ્યા. ત્યારથી તેઓ અહી એકલા રહે છે.

૨) મોનોવી નેબ્રાસ્કા યુએસએ :- યુનાઇટેડ સ્ટેટમા મોનોવી નામનુ એક સ્થળ છે. જ્યા ૧૯૦૨ મા પ્રથમ મકાન પોસ્ટ ઓફિસ હતી. ૧૯૬૭ મા પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ હતી. અને સારી નોકરી મેળવવા માટે લોકો અહીંથી સ્થળાંતર થઈ ગયા હતા. પરંતુ એક દંપતીએ આ સ્થળ ન છોડવાનુ નક્કી કર્યું અને અહી રહેવાનું શરૂ કર્યું.

આ મહિલાના પતિનુ ૨૦૦૪ મા અવસાન થયુ હતુ અને આજે તે આ સ્થાનની એક માત્ર રહેવાસી અને મેયર છે. યુનાઇટેડ સ્ટેટની મૂળ ભાષા નેટીવમા મોનોવીનો અર્થ ફૂલ થાય છે.

૩) બોનાંજા, કોલોરાડો યુએસએ :– સિલ્વર માઇન્સ બોનાંજામા મળી આવી હતી. અને આ એકમાત્ર કારણ હતુ કે આ શહેર ૧૮૮૦ મા અસ્તિત્વમા આવ્યુ અને તે દરમિયાન અહીંની વસ્તી લગભગ બે હજાર હતી. સમય જતા અહી ચાંદીનુ ખનન ઓછુ થવા લાગ્યુ જેથી લોકો શહેર છોડવા લાગ્યા. પરંતુ ૨૦૧૦ મા અહી માત્ર ૧૬ લોકો જ બચ્યા હતા. પછી વૃદ્ધોના મૃત્યુ અને યુવાનોના ચાલ્યા જવાને કારણે તેની વસ્તી ૧ થઈ ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments