વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે, ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે આપણા નુકશાન અને મુશ્કેલીનું કારણ બની શકે છે.
વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે ઘરમાં કબૂતરનો માળો રાખવો એ અશુભ છે. જેને રાખવાથી આપણા ઘરમાં અશાંતિ આવે છે.
મધુમાખીનો મધપુડો અથવા ભમરાનો દર ઘરમાં હોય તો તેને કાઢી નાખવું જોઈએ. તેનું ઘરમાં હોવું ખરાબ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાનું કારણ એ પણ છે કે તેના લીધે કેટલીક વખત દુર્ઘટના સર્જાય છે.
કરોળિયાના જાળને ઘરમાં થવા દેવી જોઈએ નહિ. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી ઘરમાં મૂંઝવણ અને મુશ્કેલીઓની સમસ્યા વધે છે.
જો ઘરમાં તૂટેલો કાચ કે અરીસો હોય તો તેને ઘર માંથી ફેકી દેવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વધારો થાય છે.
ઘરમાં ચામાચીડીયાઓનું આવવું ખરાબ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ચામાચીડીયાઓનું આવવું એ અશાંતિની નિશાની છે. તેનો અર્થ એ છે કે ઘરમાં રહેતા લોકોમાંથી કોઈ વ્યક્તિ ઘર છોડીને જતું રહે છે અથવા તો ઘરમાં કંઈક ખરાબ થઈ શકે છે.
– ઘરની અગાશી પર કચરો અને ખરાબ વસ્તુઓ રાખવી ન જોઈએ.
– ઘરના મંદિરમાં વાસી ફૂલો રાખવા ન જોઈએ.
– ઘરમાં ચાલતા ન હોય તેવા ખરાબ વિદ્યુત ઉપકરણો રાખવા જોઈએ નહિ.