10 વર્ષની આ બાળકીએ 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું પોતાનું નામ…

469

તમિલનાડુની એક યુવતી એસ.એન. લક્ષ્મી સાંઇ શ્રીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવીને યુનિકો બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા પછી, આ યુવતીએ કહ્યું કે, તેણીને અલગ અલગ વાનગીઓ બનાવવાનો ખુબ જ રસ છે અને તેની માતાએ તેને રસોઈ બનાવતા શીખવ્યું છે. લક્ષ્મીની માતા એન કાલીમગલે જણાવ્યું હતું કે, તેની પુત્રીએ લોકડાઉન દરમિયાન રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેણે પોતાની નિપુણતા પ્રાપ્ત કરી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન લક્ષ્મી સાંઈ શ્રીએ કહ્યું, “મેં મારી માતા પાસેથી જ રસોઇ બનાવવાનું શીખ્યું છે. હું આ સિધ્ધિ મેળવીને ખુબ જ ખુશ છું.”

લક્ષ્મીની માતા એન કાલીમાગલે જણાવ્યું હતું કે તેની પુત્રીએ લોકડાઉન દરમિયાન રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. અને તેણે રસોઈ બનાવવામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. તે ખુબ જ ઝડપી અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હતી, તેથી લક્ષ્મીના પિતાએ તેને વર્લ્ડ રેકોર્ડ બનાવવા સૂચન કર્યું હતું.

તેની માતાએ કહ્યું, “હું તમિલનાડુની વિવિધ પરંપરાગત વાનગીઓ બનવું છું. લોકડાઉન દરમિયાન રસોઈ બનાવતી વખતે મારી પુત્રી મારી સાથે તેનો સમય પસાર કરતી હતી. જ્યારે હું મારા પતિ સાથે રસોઈ બનાવવા માટે તેના રસની ચર્ચા કરતી હતી, ત્યારે તેણે સૂચન કર્યું હતું. કે તેને રસોઈ બનાવવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે.”

આ માટે લક્ષ્મીના પિતાએ સંશોધન કરવાનું શરૂ કર્યું અને જોયું કે, કેરળની 10 વર્ષીય યુવતી સાન્વીએ લગભગ 30 વાનગીઓ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કહ્યું, “તે ઈચ્છતો હતો કે, તેની પુત્રી સાનવીનો રેકોર્ડ તોડે.” આમ લક્ષ્મીએ તેના માતા અને પિતાના સહકારથી 10 વર્ષની ઉંમરે 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

Previous articleઆયુર્વેદ અનુસાર વજન ઘટાડવા માટે કરો આ ઔષધિથી ભરપૂર જડી-બુટ્ટીઓનું સેવન, જે તમારા સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક…
Next articleજાણો શા માટે ભગવાન શંકરને 1000 કમળના ફૂલો ચડાવવામાં આવે છે, જાણો તેના ધાર્મિક અને પૌરાણિક મહત્વ વિષે…