કેરળમાં રહેતી આ નાનકડી યુવતીએ એક અદ્દભુત કાર્ય કર્યું છે. 10 વર્ષીય “સાન્વી એમ પ્રાજિત”એ એક કલાકમાં 33 પ્રકારની વાનગીઓ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આટલી નાની ઉંમરની યુવતીના હાથથી આટલી ઝડપી વાનગીઓ બનાવવાનો આ એક નવો રેકોર્ડ છે. સાન્વી એમ પ્રાજિતે એશિયા એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
સાન્વીએ એક કલાક કરતા પણ ઓછા સમયમાં ઇડલી, વેફલસ કોર્ન, ફિટર્સ, મશરૂમ ટિક્કા, ઉત્તપમ, પનીર ટિક્કા, ઈગ બુલ્સ આઈ, સેન્ડવીચ, પાપડી ચાટ, ફ્રાઈડ ચોખા, ચિકન રોસ્ટ, પૈનકેક, અપ્પમ વગેરે વાનગીઓ બનાવી.
સાન્વીના પિતા એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે કાર્ય કરે છે. આ નાની છોકરીનો વીડિયો યુટ્યુબ પર પણ જોવા મળે છે. જેમાં તે લોકોને રસોઈ બનાવવાની સરળ રીત જણાવે છે.
સાન્વીની આ પ્રતિભાને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ ઓથોરિટીએ વીડિયો દ્વારા જોઈ હતી. સાન્વીની માતા ‘મંજીમા’એ જણાવ્યું હતું કે, સાન્વીને ખૂબ જ નાની ઉંમરથી રસોઈ બનાવવાનું પસંદ છે.
તેના દાદી અને તેની માતા પણ ખૂબ નાની ઉંમરથી રસોઈ બનાવતા હતા. આમ સાન્વીને આ પ્રતિભા વારસામાં મળી છે. કારણ કે સાન્વીની માતા મંજીમા પણ રસોઈ શોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી ચુકી છે.