Homeખબરગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના ચક્કરમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા, મેક્સિકો થી...

ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના ચક્કરમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા, મેક્સિકો થી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા 100 લોકોને ટ્રકમાં છુપાવીને ટેક્સાસ લઇ જવામાં આવતા હતા

અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીઓના મૃ”તદેહ મળી આવ્યા છે. ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરમાંથી સોમવારે મૃતદેહો જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેનરમાં 100 જેટલા લોકોને કીડી મકોડાની જેમ ભરવામાં આવ્યા હતા. 18 વ્હીલર ટ્રકમાં તેમને ભરીને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.

4 બાળકો સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, 4 બાળકો સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ 46 પ્રવાસીઓનું મો”ત કેવી રીતે થયું. સ્થાનિક પોલીસે પણ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ટ્રકના બંધ કન્ટેનરમાં ગૂંગળામણને કારણે મુસાફરોનું મો”ત થયું હોવાની આશંકા છે. જ્યારે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેને બહાર કાઢ્યા ત્યારે તેમનું શરીર ગરમ હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે કાળઝાળ ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી ગયું હતું અને લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. સાન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી આશરે 250 કિમી દૂર છે.

કન્ટેનરમાં પાણીની સુવિધા ન હતી
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રક કન્ટેનરનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમાં ન તો વેન્ટિલેશન સિસ્ટમ હતી કે ન તો કન્ટેનરમાં પાણીની કોઈ સુવિધા હતી. 3 પીડિતોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

ટેક્સાસના ગવર્નરે મૃત્યુ માટે બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે
ટેક્સાસ સરકારના ગ્રેગ એબોટે મૃ”ત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે જણાવ્યું હતું કે જીવલેણ ખુલ્લી સરહદ નીતિના કારણે મૃ”ત્યુ થયા છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય છે. સોમવારે અહીં તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો અબાર્ડે કહ્યું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.

ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
સાન એન્ટોનિયો પોલીસ વિભાગના વડા વિલિયમ મેકમેનસે જણાવ્યું હતું કે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં ટ્રકના ડાઇવરની સંડોવણી છે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું ન હતું.

છેલ્લા એક દાયકામાં સૌથી મોટી ઘૂસણખોરી અમેરિકાની દક્ષિણ સરહદે થઈ છે.
દક્ષિણ સરહદેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા પકડાયેલા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વર્ષે આ સંખ્યા છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ નોંધાઈ છે. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ સરહદ નજીક આવા કેસ એક વર્ષ અગાઉની સરખામણીમાં 30% વધ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments