બજારમાં હાલના દિવસોમાં તરબૂચના ઢગલા જોવા મળી રહ્યાં છે, કારણ કે આ સિઝન તરબૂચની ચાલી રહી છે. ઉપરથી લીલું જોવા મળતું તરબૂચ અંદરથી સંપૂર્ણ રીતે પાણીથી ભરેલું હોય છે. હંમેશા દુકાનદાર તમને તરબૂસનો એક ટૂકડો કાપીને દેખાડશે અને તેના રંગને જોઈ તમને તેને ખરીદવા માટે કહેતો હશે. તમે પણ તેના લાલ રંગને જોઈને તેના મીઠા હોવાનો આનંદ લેતા હશે અને ખરીદનાર ઘરે લઈ જતા હશે. પરંતુ શું તમે જાણો છો કે જેને તમે ફક્ત મીઠું ફળ સમજીને ખરીદ લો છો અસલમાં તે ગુણોનું ખાન છે. જી હાં, તરબૂચ ન ફક્ત શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે, પરંતુ આ અનેક બીમારીઓને પણ દૂર કરે છે. તરબૂચ ખાવાથી તણાવ ઓછું થાય છે અને થાક દૂર થાય છે. સાથે જ આ વાળો અને સ્કિન માટે પણ ખૂબ જ સારૂ છે. આવો તમને જણાવીએ તરબૂચના ખાવાના 7 જબરદસ્ત ફાયદા વિશે…
તરબૂચ ખાવાના ગજબના ફાયદા
-તરબૂસમાં લાઈકોપિશ મળી આવે છે જે ત્વચાની ચમકને કાયમ રાખે છે.
-હૃદય સંબંધી બીમારીઓને રોકવામાં તરબૂચ એક રામબાણ ઉપાય છે. આ હૃદયને લગતી બીમારીઓને દૂર રાખે છે. વાસ્તવમાં આ કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલમાં રાખે છે જેથી આ બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
-તરબૂચમાં વિટામીન અને મિનરલનું પ્રમાણ વધું હોવાના કારણ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ યોગ્ય રાખે છે. તેમાં હાજર વિટામીન એ આંખો માટે ખૂબ સારૂ હોય છે.
-તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો થાય છે. વાસ્તવમાં તરબૂચની તાસીર ઠંડી હોય છે, એટલા માટે આ મગજને શાંત રાખે છે.
-તરબૂચના બીજ પણ ખૂબ કામના હોય છે. તેના બીજને ક્રશ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લોઈંગ નજર આવે છે. તરબૂચને ચહેરા પર રગડવાથી નિખાર તો આવે જ છે સાથે જ બ્લેકહેડ્સ પણ હટી જાય છે. આ ઉપરાંત તરબૂચના બીજનો લેપ માથાની પીડામાં રાહત પહોચાડે છે.
-તરબૂચનું નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તરબૂસ ખાવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે જ લાહીની કમી હોવા પર તેનું જ્યૂસ ફાયદામંદ સાબિત થાય છે.
-તરબૂચ ખાવાથી શરીરનો થાક દૂર થાય છે અને શરીરને રાહત મળે છે. સાથે જ આ તણાવને પણ ઓછો કરવામાં મદદ કરે છે.