150 કરોડના વૈભવી બંગલામાં રહે છે ‘પ્રિયંકા ચોપડા’ અને તેના પતિ ‘નિક જોનસ’, જેના વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

અજબ-ગજબ ફિલ્મી વાતો

16 સપ્ટેમ્બર 1992 માં જન્મેલા, નિક જોનસનું નામ ‘નિકોલસ જેરી જોનસ’ છે. વર્ષ 2006 માં, જ્યારે તેનો પહેલો આલ્બમ ઇટ્સ અબાઉટ ટાઇમ આવ્યો ત્યારે નિક જોનસ ફક્ત 13 વર્ષનો હતો. પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નને લગભગ દોઢ વર્ષ વીતી ગયું છે. બંને એકબીજાથી ખૂબ જ ખુશ છે. પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લૉસ એંજિલ્સમાં રહે છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે આ વર્ષે એક મોટો બંગલો ખરીદ્યો છે. પ્રિયંકા સાથે નીક જોનસ ખૂબ જ વૈભવી ઘરમાં રહે છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર બહાર આવી છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસનું આ ઘર ખૂબ જ સુંદર છે. લૉસ એંજિલ્સમાં આવેલા તેના આ ઘર વિષે હાલમાં ખુબ જ ચર્ચા થઈ રહી છે. નિક જોનસે તેનો આ વૈભવી બંગલો પ્રિયંકાને ગિફ્ટમાં આપ્યો છે. આ ઘરનું ડેકોરેશન બંનેએ સાથે મળીને જ કર્યું છે. 

તેનું આ ઘર લક્ઝરી હોટલથી પણ સારું છે. અહેવાલો અનુસાર, તેનું ઘર 20,000 ચોરસ ફૂટ છે અને તેમાં 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. ઘરની ડિઝાઇન ખુબ જ અલગ છે. તમે ઘરની આ ડિઝાઇન ફોટામાં જોઈ શકો છો.

આટલું જ નહીં, પ્રિયંકા અને નિક જોનસના આ બંગલામાં મૂવી થિયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, મોટું સ્વિમિંગ પૂલ અને કાચની દિવાલોવાળી જીમ પણ છે. અહીંથી પર્વત પણ દેખાય છે. પ્રિયંકા અને નિક ઘણીવાર તેના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

20,000 ચોરસ ફૂટમાં બનેલા આ મકાનની કિંમત આશરે 150 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘરની અંદરના જે ફોટા સામે આવ્યા છે તે જોયા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘર બધી જ સુવિધાઓથી સુસજ્જ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *