OMG! 100થી વધું વાર ડ્રાઈવિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ આ વ્યક્તિ, નિષ્ફળ લોકોએ આ આર્ટિકલ અચૂક વાંચવો જોઈએ

470

કોઈપણ વ્યક્તિને રોડ પર વાહન ચલાવવા માટે સરકારી નિયમો અનુસાર ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તમે બાઈક ચલાવો છો તો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી તો ઘણીવાર તમારે દંડ પણ ભરવો પડે છે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે બધાંએ એક ટેસ્ટ પાસ કરવો પડે છે. ઘણાં લોકો એજન્ટ દ્વારા ટેસ્ટ વગર લાયસન્સ બનાવી લે છે. પરંતુ ઘણાં દેશ એવા છે જ્યાં પ્રેક્ટિસ ટેસ્ટ પોતે પાસ કરવો જ પડે છે ત્યારે જઈને ડીએલ પ્રાપ્ત થાય છે.

ઘણાં લોકો ડ્રાઈવિંગ સ્ટેટમાં એકવાર બેવાર નહીં 10 વાર નિષ્ફળ થાય છે. આજે તમને એક આવી જ એક વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છે જે 100 વારથી પણ વધું ડ્રાઈવિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. તમને આ જાણીને મુશ્કેલી થશે કે 17 વર્ષથી આ વ્યક્તિ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની કોશિશમાં જોડાયેલી છે.

17 વર્ષથી શીખે ડ્રાઈવિંગ
આ અનોખો મામલો પોલેન્ડનો છે. અહીંયા એક વ્યક્તિને ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ એક બે અથવા 10 વાર નહીં પરંતુ 192 વાર ડ્રાયવિંગ લાયસન્સના ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. તે વર્ષો સુધી સતત નિષ્ફળ થઈ રહી છે. 50 વર્ષની આ વ્યક્તિએ ડ્રાયવિંગ ટેસ્ટ નિષ્ફળ થવાના મામલામાં રેકોર્ડ બનાવ્યો છે. તે વ્યક્તિ છેલ્લા 17 વર્ષોથી સતત કાર ચલાવતા શીખી રહી છે અને હવે તેણે 192માં ટેસ્ટ આપીને નિષ્ફળ હોવાના રેકોર્ડ બનાવ્યો છે.

પોલેન્ડમાં ટેસ્ટ આપવાની કોઈ મર્યાદા નથી
બે દાયકાથી કાર ચલાવવાની ટ્રેનિગ લઈ રહેલી વ્યક્તિ અત્યા સુધીમાં લાખ રૂપિયાથી વધું રૂપિયા ખર્ચ કરી ચુકી છે. નિયમ અનુસાર, પોલેન્ડમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે પહેલા એક થિયરી પેપર પાસ કરવાનું હોય છે. તેમાં પાસ થયાં બાદ માણસનો પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે. પોલેન્ડમાં ટેસ્ટ આપવાની કોઈ મર્યાદા નથી. આ પરીક્ષાની પાસ રેટ થિયરી રેટ માટે હંમેશા 50 થી 60 ટકા હોય છે. તેમજ પ્રેક્ટિકલ માટે આ સંખ્યા 40 ટકા છે.

Previous articleસુંદરતા માટે ટીવી સ્ટારની અભિનેત્રીએ કરાવી હતી સર્જરી, પરંતુ થઈ એવી હાલત કે હવે માંગી રહી છે મદદ
Next articleકેન્સરથી લઈને હૃદય રોગ સુધી, એક દાડમ છે ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ