બુલેટ પર ખતરનાક સ્ટંટ કરીને અભિનેત્રી બની રહી હતી યુવતીઓ, પોલીસે ભણાવ્યો એવો પાઠ કે ફરીવાર સ્ટંટ કરતા સો વાર વિચારશે

0
307

થોડા દિવસ પહેલા યૂપીના ગાજિયાબાદની બે યુવતીઓનો એક વીડિયા વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંને યુવતીઓ Royal Enfield બુલેટ પર ખતરનાક સ્ટંટ કરી રહી હતી. હવે ગાજિયાબાદ ટ્રાફિક પોલીસે આ બંને યુવતીઓ શિવાંગી ડબાસ અને સ્નેહા રાજવંશીને એવો પાઠ ભણાવ્યો છે કે ફરીવાર સ્ટંટ કરતા પહેલા બેવાર જરૂર વિચારશે.

ગાજિયાબાદ, એસપી, રામચંદ કુશવાહાના જણાવ્યાં પ્રમાણે, ટ્રાફિક નિયમો ભંગ કરવાને લઈને બે બે વાઈક માલિક વિરૂધ ચલણ જારી કરવામાં આવ્યું છે. તેમાંથી વગર લાઈસન્સનું ડ્રાઈવિંગ, અધિકારીઓની પરવાનગી વગર સાર્વજનિક સ્થળો પર સ્ટંટ કરવો, ખામીવાળી નંબર પ્લેટ અને ટ્રિપલ રાઈડિંગ જેવા ટ્રાફિક ઉલ્લંઘન સામેલ છે. આ બંને બાઈકને 28 હજાર રૂપિયાનું સંયુક્ત ચલણ કાપ્યું છે.

ડ્રાઈવિંગ કરતા સમય સ્ટંટ પ્રદર્શન કરવું એક દંડનીય ગુનો છે, આ વાતની જાણકારી ઘણાં બધાં લોકોને નથીં હોતી. તે એ વાત ભૂલી જાય છે કે તેના સ્ટંટથી અન્ય લોકોનો જીવ ખતરામાં પડી શકે છે. એવામાં ઉત્તર પ્રદેશ પોલીસે એક વીડિયો શેર કરીને લોકોને જાગૃત કર્યાં.

તેમજ ગાજિયાબાદ નિવાસી શિવાંગી ડબાસે એક વીડિયો શેર કરીને જાણકારી આપી કે તેનો સ્ટંટ હાઈવે પર નહીં એક નિર્માણ વિસ્તાર નજીક શૂટ કર્યો હતો. અહી આમ પણ કોઈ વધું લોકો આજુબાજુ નથી હોતા. તે આગળ કહે છે કે મને 11 હજાર અને 17 હજારના બે દંડ ફટકારવામાં આવી ચુક્યાં છે. તેના દ્વારા પોલીસ વિભાગથી વધારે દંડ રોકવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવતીઓ એક બુલેટ પર બેઠી છે. એક યુવતી બુલેટ ચલાવી રહી છે જ્યારે બીજી તેના ખંભા પર બેઠી છે. આ વીડિયો ગાજિયાબાદના ગોવિંદપૂરમ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે વીડિયો વાયરલ થયા બાદ ગાજિયાબાદ પોલીસે મંજૂ દેવી અને સંજય કુમારના ઘરે ચલણ મોકલ્યું હતું. ખરેખર શિવાંગી ડબાસ અને સ્નેહા રાજવંશીએ જે બુટેલથી સ્ટંટ કર્યો હતો તેના માલિક આ જ બંને લોકો હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here