કોરોના સમયગાળા દરમિયાન દેશમાં ઘણી વિચિત્ર વસ્તુઓ બની રહી છે. એક તરફ આકાશમાં ખગોળીય ઘટનાઓ બની રહી છે તો પાણીની નીચેથી ઘણી રહસ્યમય અને પ્રાચીન વસ્તુઓ બહાર આવી રહી છે. તાજેતરમા ઓડિશાના નયાગડ જિલ્લામા સ્થિત પદ્માવતી ગામની નજીક મહાનદી મા ૫૦૦ વર્ષ જૂનુ મંદિર હોવાનુ જાણવા મળ્યુ છે. આવી જ ઘટના આંધ્રપ્રદેશના નેલ્લોરમા પણ જોવા મળી હતી. અહી નદી કાંઠે રેતી કાઢતી વખતે ૨૦૦ વર્ષ જુનું મંદિર મળી આવ્યુ છે. દરેક લોકો તેના આર્કિટેક્ચર ને જોઈને આશ્ચર્યચકિત થાય છે.
એવું કહેવામા આવે છે કે જ્યારે પેરુમલાપાડુ ગામની નજીક પેન્ના નદીમા ખોદકામ કરવામા આવી રહ્યુ હતુ ત્યારે મંદિરનો ઉપરનો ભાગ દેખાયો હતો. તેને સંપૂર્ણપણે બહાર કાઢવા માટે ખોદકામ હજી ચાલુ છે. લોકોનો દાવો છે કે આ મંદિર ૨૦૦ વર્ષ જૂનુ છે. તે ભગવાન પરશુરામ દ્વારા બનાવવામા આવ્યુ હતુ. તેમણે નદી કિનારે આવા ૧૦૧ મંદિરો બનાવ્યા હતા. આ મંદિર તેમાંથી એક છે.
પુરાતત્ત્વ વિભાગના સહાયક નિયામક રામસુબ્બા રેડ્ડીના જણાવ્યા અનુસાર, પેન્ના નદી પોતાના માર્ગમા ફેરફાર કરતી રહે છે. આવી સ્થિતિમા આ મંદિર પાણીની નીચે ડૂબી ગયુ હશે. રેતી ખોદયા પછી આ મંદિર ફરી જોવા મળ્યુ છે. એવુ માનવામા આવે છે કે આ મંદિર ૧૮૫૦ ના પૂર દરમિયાન દટાયુ હશે.
ઓડિશામા ૫૦૦ વર્ષ જૂનું મંદિર નદીની અંદરથી નીકળ્યુ હતુ, જે ભગવાન વિષ્ણુનુ હતુ. આ મંદિરની શોધ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા કરવામા આવી હતી. મંદિરની રચના જોતા જાણવા મળ્યુ કે તે ૧૫ મી કે ૧૬ મી સદીનુ હશે. ગોપીનાથની મૂર્તિ (ભગવાન વિષ્ણુ) મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. જેને ગામના લોકો પોતાની સાથે લઈ ગયા હતા.