23 વર્ષીય આ મહિલા છે 2020 ની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી, અક્ષય અને સલમાન પણ તેના કરતા રહી ગયા છે પાછળ…

ખબર

વર્ષ 2020 એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. આ વર્ષેમાં સામાન્ય લોકોથી લઈને મોટા સેલિબ્રિટી સુધી તમામ લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, કેટલાક સેલિબ્રિટી એવા પણ છે જેમના નસીબનો તારો આ વર્ષે પણ ઉન્નત રહ્યો છે. ફોર્બ્સ મેગેઝિને આ વર્ષના સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટીવી સ્ટાર અને કોસ્મેટિક બિઝનેસ ટાઇકૂન કાઇલી “કાઇલી જેનર”નું નામ ટોચ પર છે. ફોર્બ્સે કાઇલી જેનરને 2020 માં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી તરીકે નામ આપ્યું છે. ફક્ત 23 વર્ષની કાઇલી જેનરે આ વર્ષે 540 મિલિયન ડોલર એટલે કે, લગભગ 40 અબજ રૂપિયાની કમાણી કરીને મોટા-મોટા સેલિબ્રિટીઓને પાછળ રાખી દીધા છે.

કાઈલી જેનર પછી બીજા નંબરે તેની સાવકી-બહેન ‘કિમ કાર્દશિયન’ના પતિ અને ‘રૈપર કાન્યે વેસ્ટ’નું નામ શામેલ છે. આ વર્ષે કાન્યેએ 170 મિલિયન ડોલર એટલે કે, લગભગ સાડા 12 અબજ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઇએ કે, જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે કાન્યે ખૂબ જ લોકપ્રિય થયા હતા, પરંતુ બાદમાં તેણે તેનો નિર્ણય બદલી નાખ્યો હતો.

કાઇલી અને કાન્યે પછી ફોર્બ્સની યાદીમાં મહશુર ટેનિસ ખેલાડી ‘રોજર ફેડરર’ ત્રીજા નંબરે, ચોથા નંબરે પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલર ‘ક્રિસ્ટિયાનો રોનાલ્ડો’ અને પાંચમા નંબરે અર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર “લિયોનેલ મેસી” છે. ટોપ 10 માં રેસલર અને અભિનેતા ડ્વેન જહોનસન, બ્રાઝિલના મહશુર ફૂટબોલર નેમાર, અમેરિકન અભિનેતા ટેલર પેરી અને રેડિયો અને ટીવી સેલીબ હૉવર્ડ સ્ટેઇનનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આ યાદીમાં 52 માં ક્રમે સ્થાન મેળવ્યું છે. 

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ફોર્બ્સ અને કાઇલી જેનર વચ્ચે વિવાદ પણ થયો હતો. હકીકતમાં, થોડા વર્ષો પહેલા, ફોર્બ્સે કાઇલીને સૌથી યંગ અબજપતિ હોવાનો દાવો કરતી એક કવર સ્ટોરી જણાવી હતી.

આ વર્ષે મે મહિનામાં, ફોર્બ્સે કાઇલી વિશે એક અહેવાલ બહાર પાડ્યો અને કહ્યું કે, કાઇલીએ ફોર્બ્સ સેલિબ્રિટી 100 ની યાદીમાં સૌથી નાની ઉંમરની (21 વર્ષ) અબજપતિનો ખિતાબ મેળવવા માટે બનાવટી ડ્રાફ્ટ ટેક્સ રીટર્નનો ઉપયોગ કર્યો. કાઈલીને ફોર્બ્સના આ અહેવાલથી ખૂબ દુખ થયું અને તેણે ટ્વીટ કર્યું કે, મારી પાસે કેટલા પૈસા છે તેનો જવાબ આપવા ઉપરાંત મારી પાસે બીજા પણ 100 કામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *