આ સમયે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડુતો પર ઘણી વાતો થઈ રહી છે. આ દરમિયાન ફરી એકવાર હરિયાણાના અંબાલાના અધોઈ શહેરમાં રહેતી અમરજીત કૌરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે 29 વર્ષિય અમરજીત 18 વર્ષની હતી, ત્યારે તેના પિતા બીમાર પડ્યા હતા. તેનો પરિવાર ખેતી પર નિર્ભર હતો. આવી સ્થિતિમાં અમરજીતે ખેતરની જવાબદારી સંભાળી લીધી હતી અને તે પરિવારનો ખર્ચ ઉઠાવતી હતી.
અમરજીતની મહેનતનું પરિણામ એ છે કે આજે તેનો ભાઈ અભ્યાસ કરી શક્યો અને તે સરકારી નોકરી કરી રહ્યો છે. અમરજીત પાસેથી, ગામના ખેડુતો સલાહ લેવા આવે છે કે કયો પાક ઉગાડવો અને તેના માટે કેવા પ્રકાર ના ખાતરનો ઉપયોગ કરવો.
ડિસેમ્બર 2007 માં, અમરજિતના પિતા બીમાર પડ્યાં અને પથારીવશ થઈ ગયા. પરિવાર પર અનેક સંકટ એક સાથે આવી ગયા. આવી સ્થિતિમાં અમરજીતે ખેતીની જવાબદારી સંભાળી. તે સવારે 5 વાગ્યે જાગી ખેતર જતી અને પશુઓને ખાવાનું નાખતી અને પછી ખેતી ના કામ માં લાગી જતી.
18 વર્ષની ઉંમરથી, અમરજીત પોતે પાકની વાવણી કરે છે અને પાકના તૈયાર થવાથી લઈને લણણી સુધીની તમામ કામ તે જાતે જ કરે છે. આ પછી, પાક કાપીને ખુદ મંડી માં જઈને વેચે છે. લોકો તેને ‘લેડી ફાર્મર’ કહે છે. આ બધાની વચ્ચે અમરજીતે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને પંજાબથી માસ્ટર ડિગ્રી મેળવી. તે ઘરના બધા કામ પણ કરે છે. તે ટ્રેક્ટર પણ ચલાવે છે અને પશુઓને ખાવાનું પણ આપે છે. તેણે ઓર્ગેનિક ખેતી પણ શરૂ કરી છે.
અમરજીતનું કાર્ય જોઈને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રતિનિધિ તેમને મળવા આવ્યા અને તેમના કામની પ્રશંસા કરી. આ પ્રતિનિધિએ ખેતરોમાં નાખવાં આવતા તમામ જંતુનાશક દવાઓ, બિયારણ, પાક, મંડી વિશે પૂછપરછ કરી. અમરજિતની આસપાસ ના લોકો પણ તેની સલાહ લેવા આવે છે.