અમદાવાદના જેમ્સ બોન્ડના ચાહકે 25 હજારના નંબર માટે 34 લાખ રૂપિયા ચૂકવ્યા

ખબર

ભારતમાં જેમ્સ બોન્ડના લાખો ચાહકો છે, પરંતુ તમને ગુજરાતના એક ફેન વિશે જાણીને આશ્ચર્ય થશે. જેનું નામ આશિક પટેલ છે. વ્યવસાયે ટ્રાન્સપોર્ટર આશિકે જેમ્સ બોન્ડની નંબર પ્લેટ મેળવવા માટે RTO માં પૂછપરછ ચાલુ કરી હતી, તેણે માત્ર અમદાવાદમાં જ નહી પણ ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે, આખા દેશમાં તેના આ કાર્યની ચર્ચા થઈ રહી છે.

તાજેતરમાં જ આશિક પટેલે એક નવી ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદી હતી, આશિક જેમ્સ બોન્ડનો મોટો ચાહક છે, તે ઇચ્છતો હતો કે તેને 007 નંબર મળે. આ નંબર માટે બીજા ઘણા દાવેદાર હતા, પણ આશિકે બધાને પાછળ છોડી દીધા અને 34 લાખ રૂપિયામાં આ નંબર લીધો.

ખાસ વાત એ છે કે તેમની કારની કિંમત એટલે કે 39.5 લાખ રૂપિયાની સંખ્યા કરતા થોડી વધારે હતી. હાલ સુધીમાં અમદાવાદ આરટીઓમાં કોઈ પણ નંબર માટે આવી મોટી રકમની બોલી લગાવાઈ નથી.

આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 007 નંબર માટે બિડિંગ 23 નવેમ્બરના મધ્યરાત્રિથી શરૂ થઈ હતી. તે દરમિયાન બોલીની કિંમત 25 હજાર રૂપિયા હતી. તે દરમિયાન આશિક અને અન્ય વાહન માલિક વચ્ચે ધારદાર બોલી લગાવાઈ હતી.

થોડા કલાકોમાં આ બોલી 25 લાખ પર પહોંચી ગઈ. બાદમાં બીજા શખ્સે તેનો હાથ પાછળ ખેંચ્યો હતો અને રાત્રે 11.53 વાગ્યે આશિકે તેના નામ પર બોલી લગાવવા માટે 34 લાખ રૂપિયા ખર્ચીને નંબર લીધો હતો. તેનો વાહન નંબર હવે GJ01WA007 હશે.

મદદનીશ આરટીઓ એનવી પરમારે જણાવ્યું હતું કે, 007 નંબર માટે 34 લાખની બોલી લગાવાઈ છે. ચુકવણી કર્યા પછી, આ નંબર આશીક પટેલને સત્તાવાર રીતે ફાળવવામાં આવશે. 007 સિવાય, 001 નંબર 5.56 લાખમાં બોલી લગાવ્યો હતો, જ્યારે 0369 નંબર 1.40 લાખ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

જો કે ઘણા લોકો આશિક પર એટલી બોલી લગાવવા બદલ પ્રશ્નો કરી રહ્યા છે, પરંતુ આ મામલે આશિકનો અભિપ્રાય કંઈક અલગ છે. તેણે કહ્યું કે મારે મારા પ્રથમ વાહન માટે 007 નંબર મળ્યો છે અને તે મારા માટે એક જીત સમાન છે. અહીં મારા માટે પૈસાની વાત નહોતી, હું માનું છું કે આ નંબર મારા માટે નસીબદાર છે.

વધારે સારા આર્ટિકલ અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે ફેસબુકમાં આપણું પેજ ગુજરાત પેજ ને લાઈક જરૂર કરજો અને તમને અમારો આ આર્ટિકલ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *