માતા બનવાની યોગ્ય ઉંમર 35 વર્ષ પહેલા હોય છે. ૩૫ વર્ષ પછી ગર્ભ ધારણ કરવામા અસમર્થ અને અકાળ ડિલિવરી થવાની સંભાવના રહેલી હોય છે. તો આના માટે કેટલીક બાબતો ધ્યાનમા રાખો.
૧) પ્રથમ તબીબી સલાહ લો :- જો તમે સગર્ભાવસ્થાની યોજના બનાવી રહ્યા છો, તો જરૂરી તબીબી તપાસ કરાવો. જો કોઈ રોગ હોય તો તેને નિયંત્રણમાં રાખો.
૨) આનુવંશિક પરામર્શ :– મોટી ઉંમરે ડાઉન સિન્ડ્રોમ જેવા રંગસૂત્રો સાથે સંકળાયેલ રોગોનુ જોખમ વધારે હોય છે. તેથી આનુવંશિક પરામર્શ કરાવો.
૩) વધારે આરામ ન કરો :- વધારે આરામ કરવાથી સમસ્યાઓ વધી શકે છે. તબીબી સલાહ સાથે તમારા સામાન્ય કાર્ય કરો. પરેશાનીઓ ઓછી થશે. ભારે કામથી બચવુ.
૪) સમસ્યાને અવગણશો નહી :– નાની સમસ્યાઓ પણ ગંભીર હોઈ શકે છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તરત જ તમારા ડોક્ટરને કહો. તણાવપૂર્ણ કામ ન કરો.
૫) સીજર માટે પણ તૈયાર રહો :– ગર્ભાવસ્થાના અંતમા સામાન્ય ડિલિવરીની સંભાવના ઓછી છે. આમા તબીબી સલાહ દ્વારા શસ્ત્રક્રિયા માટે તૈયાર રહો. જેથી જોખમ ઘટશે.