Homeસ્ટોરીમાત્ર 9 ચોપડી ભણેલા પિતાએ કઠોર પરિશ્રમ કરીને ગામે ગામ 40 km...

માત્ર 9 ચોપડી ભણેલા પિતાએ કઠોર પરિશ્રમ કરીને ગામે ગામ 40 km સાયકલ પર ફરી વાસણો વેહચીને પુત્રોને ડે.કલેક્ટર,TDO,ડૉક્ટર અને વકીલ બનાવ્યા

ધરમપુરના એક ફળના વેપારી અને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપનાર પિતાએ આજે ​​પોતાના પિતાને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવતા પિતાની વાત કહેતા તેમના પિતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. ફળોના વેપારી રામકુમાર યાદવે 1983માં ધરમપુરના ગ્રામીણ વિસ્તારમાં વાસણ અને ફ્રુટ સાયકલ પર ફેરી મારી ને નાનો વેપાર ચાલુ કર્યો હતો. અને ખરાબ પરિસ્થિતિ માં ત્રણ પુત્ર અને એક પુત્રીને ભણાવીને સારું જીવન આપવા કટિબંદ્ધ થયા હતા.

ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને, બાળકોને અભ્યાસના સમયગાળા દરમિયાન સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે તેમના પુત્ર વિશાલ યાદવે GPSCમાં 15મો રેન્ક મેળવ્યો છે. ડે.કલેક્ટર બન્યા અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કામ કરે છે. પુત્રી ભાવના યાદવ ગણદેવીની ટીડીઓ છે. વિકાસ યાદવ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. રાહુલ યાદવ ડોક્ટર બની ગયા છે. માત્ર ધોરણ 9 સુધી ભણેલા રામકુમાર યાદવનું પુરુષત્વ આજે વિશ્વના ઘણા પિતાઓ માટે પ્રેરણારૂપ છે.

વતન ઉત્તર પ્રદેશથી પિતા ધરમપુર રોજીરોટી મેળવવા આવ્યા હતા. તેમણે તેમના ચાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અથાક મહેનત કરી. રામકુમારે ઘણા વર્ષોથી ગ્રામીણ વિસ્તારોમાં સાયકલ પર દરરોજ 40 કિમી સુધીના વિસ્તારમાં વાસણો વેચીને તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડ્યું હતું. હવે તેમના બાળકો સારી સ્થિતિમાં હોવાથી તેઓ ધરમપુરની એક દુકાનમાં ફળો વેચી રહ્યા છે.

પિતાની નજરમાં દીકરી હંમેશા પુત્ર સમાન હોય છે
મને દીકરીનો જન્મ થયો. પણ પિતાની નજરમાં પુત્રી પિતા માટે દીકરો જ હોય ​​છે. આપણા રૂઢિચુસ્ત સમાજમાં અમુક કિસ્સામાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે છે. આવા સંજોગોમાં મારા પિતાએ મને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને મને સારી સ્થિતિમાં ઉછેર કર્યો. આજે હું જ્યાં પણ છું ત્યાં મારા પિતાની ઈચ્છા અને વિશ્વાસથી છું. હું ભગવાન ના રૂપમાં મારા પિતાની એકમાત્ર પુત્રી છું. – ભાવના યાદવ, ટીડીઓ ગણદેવી

સ્વભાવે કઠોર પણ અંદરથી એટલા લાગણીશીલ
પિતા પ્રેરણા સ્ત્રોત છે. ઓછું ભણેલા પિતાએ અભ્યાસમાં કોઈ તકલીફ પડવા ન દીધી. માર્ગદર્શન દ્વારા પ્રેરિત કરતા રહ્યા. સ્વભાવે કડક પણ અંદરથી લાગણીશીલ અને ભાવુક છે. હું તેમનો પુત્ર હોવાનું ધન્યતા અનુભવું છુ. વિશાલ યાદવ, જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી

દરેક જન્મમાં હું તેમનો પુત્ર અને તેઓ મને પિતા તરીકે મળે
આજે આપણે જે કંઈ પણ છીએ તે આપણા પિતાની અથાક મહેનત અને સંઘર્ષને કારણે છીએ.એક પુત્ર તરીકે આપણે લાખો વખત પ્રયત્ન કરીને તેનું ઋણ ચૂકવી શકતા નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં હું તેમનો પુત્ર બનીશ અને તે મને પિતા તરીકે સ્વીકારે. તેમણે તેમના ચાર સંતાનોને પોતાની ખુશી/શોખ ભૂલીને ઉચ્ચ શિક્ષણ આપ્યું. -રાહુલ યાદવ, ડોકટર

મારા પિતાના જીવનભરના સંઘર્ષને હું ક્યારેય નહીં ભૂલી શકું
નાનપણમાં એક મિત્રની સાયકલની પાછળ બેસીને સ્કૂલ જતા જોઈને નબળી આર્થિક સ્થિતિમાં પણ સાયકલ અપાવી હતી. મારા પિતાનો હું મોટો પુત્ર છુ અને હું મારા પિતાના સંઘર્ષ હું ક્યારેય નહીં ભૂલી શકું, જેણે મારી ખુશીમાં તેમની ખુશી જોઈ. ખરાબ પરિસ્થિતિમાં મારા અભ્યાસમાં તેમણે કોઈપણ જાતની કસર નથી રહેવા દીધી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડીને એક વકીલ બનાવ્યો છે . પિતાના આશીર્વાદ મને અને મારાં ભાઈ બહેન ને ફળ્યા છે. ભાગ્યશાળી વ્યક્તિને આવા પિતા મળે છે. વિકાસ યાદવ, એડવોકેટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments