આ વ્યક્તિએ 40 વર્ષ સુધી એકલા મહેનત કરીને ઉજ્જડ જમીનને બનાવી લીલીછમ

263

એવું કહેવામાં આવે છે કે એકલો વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડી શકતો નથી, પરંતુ અહીં આ વાત ખોટી સાબિત થઇ છે કારણ કે એક વ્યક્તિ એ 40 વર્ષ એકલા મહેનત કરીને, કાદવ વાળી જમીનને લીલીછમ કરી દીધી છે. અમે આસામના જાદવ ‘મોલાઈ’ પાયેંગ વિશે વાત કરી રહ્યા છીએ.

આસામના જોરાહત જિલ્લામાં રહેતા મિશિંગ જનજાતિ સાથે સંકળાયેલા જાદવે પોતાની મહેનત અને મજબુત ઇરાદાથી કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે .

1979 માં વિનાશક પૂર પછી, આસામના ટાપુની નજીક આવેલી મોટાભાગની જમીનની હાલત ખરાબ થઈ ગઈ હતી. અહીં માત્ર દૂર સુઘી કાદવ જ દેખાતો હતો. પરંતુ 55 વર્ષિય જાદવે પોતાની મહેનતથી આ જમીનને ગાઢ જંગલમાં ફેરવી દીધી. આ સામાન્ય માણસની અસાધારણ યાત્રાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તે એક દિવસ બ્રહ્મપુત્રા નદી પર સ્થિત અરુણા સપોરી આઇલેન્ડથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેણે ધોરણ 10 ની પરીક્ષા આપી હતી.પાછા ફરતી વખતે, તેણે જમીનની નબળી સ્થિતિ જોઈ ત્યાં સેંકડો સાપ નિર્જીવ પડેલા હતા. આ ઘટનાએ તેની ઉપર ઉંડી અસર કરી.

અહેવાલ મુજબ, એક સમયે જાદવે આસપાસના કેટલાક લોકો સાથે સાપની જેમ માણસ પણ આ રીતે મરી જશે તેના વિશે વાત કરી તે દરમિયાન લોકો જાદવ પર હસ્યાં પણ જાદવે તેની વાત પર ધ્યાન ન દીધું. પરંતુ જાદવે જમીનને લીલીછમ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

આ માટે તેમણે ગામલોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું જાદવને વૃક્ષો  ઉગાડવા 50 બીજ અને 25 વાંસના છોડ આપ્યા. તેના વાવેતર પછી, તેણે તે છોડની સંભાળ લીધી. ત્યારથી લઈને આજ સુધીમાં તે ગાઢ જંગલ બની ગયું છે જાદવ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી જંગલની દેખભાળ કરી રહ્યો છે.

જોરાહાટમાં કોકિલામુખની નજીક આવેલા આ જંગલનું નામ “મોલાઈ વન” છે. જાધવના કહેવા મુજબ આજે આ જંગલ સેંકડો પ્રાણીઓનું ઘર છે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી એક નાની પહેલ એક દિવસ આટલો મોટો પરિવર્તન લાવશે.’

Previous articleમાતા લક્ષ્મીને કમળના ફૂલો અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જાણો કમળના ફૂલો ચડાવવાની વિધિ…
Next articleસોનુ સુદ બન્યો મજૂરોનો મસીહા, તેના ચાહકો એ બનાવ્યું મંદિર.