Homeઅજબ-ગજબ480 બિલાડીઓ અને 12 કૂતરાઓ સાથે રહે છે આ મહિલા, દર મહિને...

480 બિલાડીઓ અને 12 કૂતરાઓ સાથે રહે છે આ મહિલા, દર મહિને તેની સંભાળ માટે લાખો રૂપિયા કરે છે ખર્ચ…

એવું કહેવામાં આવે છે કે, પ્રાણીઓ મનુષ્ય કરતા વધુ વફાદાર હોય છે. આ કહેવતને એક મહિલાએ તેમના જીવનમાં લીધી, આ મહિલા ફક્ત બિલાડીઓ અને કૂતરાઓ સાથે જ જીવન જીવે છે. આનાથી આ મહિલાના પડોશીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મહિલા દર મહિને લાખો રૂપિયા પશુઓની સંભાળ પાછળ ખર્ચ કરે છે. એટલું જ નહીં, આ મહિલાના પલંગથી લઈને રસોડા સુધી બધે કૂતરા અને બિલાડીઓ જ જોવા મળે છે. 

ઓમાનની રાજધાની ‘મસ્કટ’માં રહેતી “મરિયમ અલ બલુશી” તેના ઘરમાં 480 બિલાડીઓ અને 12 કૂતરાઓ સાથે રહે છે. પડોશીઓની ફરિયાદો અને વધતા ખર્ચ હોવા છતાં, મરિયમ તેના ઘરે 480 બિલાડી અને 12 કૂતરાઓની સંભાળ રાખે છે. મરિયમ કહે છે કે, આ પાલતુ પ્રાણીઓ તેમના મનુષ્ય સાથી કરતા વધારે સારા સાથી છે. 

મરિયમનુ કહેવું છે કે, પ્રાણીઓ ખાસ કરીને બિલાડી અને કૂતરા મનુષ્ય કરતા વધુ વફાદાર હોય છે. મરિયમએ 10 વર્ષમાં આ બધાં પ્રાણીઓ એકત્રિત કર્યા છે. આમાંથી ઘણા પ્રાણીઓને રસ્તાઓ પરથી બચાવીને અહીં લાવવામાં આવ્યા છે.

ઓમાનમાં પાલતુ પ્રાણીઓને રસ્તા પર છોડવા પર 25 ડોલરનો દંડ વસુલવામાં આવે છે. આ હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાણીઓને ઘર અથવા અન્ય જગ્યાએથી પ્રાણીઓને છુટા મૂકી દેવામાં આવે છે. મરિયમ એક મહિનામાં પ્રાણીઓ માટે લગભગ, 7,800 ડોલર એટલે કે, 5,77,109 રૂપિયા ખર્ચ કરે છે. તેની પાસેના પ્રાણીઓમાંથી, 17 પ્રાણીઓ અંધ છે. આવી સ્થિતિમાં,મરિયમ તેની પાછળ દર મહિને ઘણા બધા પૈસા ખર્ચ કરે છે. આ ખર્ચમાં પ્રાણીઓને ખોરાક, તબીબી અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

મરિયમનું આખું ઘર પાંજરાથી ભરેલું છે. તે પ્રાણીઓને એક પછી એક પાંજરામાંથી ભાર કાઢે છે, અને તેની સાથે રમે છે. મરિયમ સિવિલ સર્વેટ છે. હવે તે નિવૃત્ત થઈ ગઈ છે. તેણે કહ્યું કે, તેણે 2008 થી પ્રાણીઓને ઘરે રાખવાનું શરૂ કર્યું હતું. સૌ પ્રથમ તેનો પુત્ર એક બિલાડી ઘરે લાવ્યો હતો. પરંતુ તેણે તેની સંભાળ લેવાની ના પાડી કારણ કે, ત્યારે તેને પ્રાણીઓ પસંદ નહોતા. આમ તેના પુત્રએ પણ વધુ ધ્યાન આપ્યું ન હતું અને તેની સંભાળ લીધી ન હતી.

પરંતુ બે વર્ષ પછી, મરિયમ જાતે જ તેના ઘરે એક બિલાડી લાવી અને તેની સંપૂર્ણ કાળજી લીધી, તેને ખવડાવતી, નવડાવતી અને તેની સાથે ઘણો સમય વિતાવતી હતી. આ પછી તેણે ઘણા પ્રાણીઓની સંભાળ લેવાનું નક્કી કર્યું. આમાંના ઘણા પ્રાણીને રસ્તા પરથી બચાવીને ઘરે લાવવામાં આવ્યા હતા. 2014 માં મરિયમ તેના ઘરે વધુ પ્રાણીઓ લાવવામાં સક્ષમ હતી. તે કહે છે કે, તેના ઘરમાં રહેતા કૂતરાઓ અને બિલાડીઓ પણ તેમના તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments