જો તમે આ 5 ભૂલો કરશો તો, ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય નહીં આવે…

લેખ

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત જાણતા-અજાણતાં એવી ભૂલો થઈ જાય છે કે, જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી. ચાલો જાણીએ કઈ ભૂલોના કારણે માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી…

1. ગંદા કપડાં :-

જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે અને પોતાના ઘરમાં ગંદકી રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી  ક્યારેય પ્રવેશ કરતી નથી. તેથી આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

2. ક્રોધ :-

જે વ્યક્તિ હંમેશા ઘરમાં અથવા તેના પોતાના પર ગુસ્સે કરે છે અને ઝઘડો કરે છે, તે વ્યક્તિથી અને તેના ઘરથી સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશા દૂર રહે છે. એમ કહેવામાં આવે છે કે, ક્રોધ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. 

3. દીવો :-

જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.

4. અપમાન :-

જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ. 

5. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું :-

શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *