6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર છે બેસ્ટ, કંપની પણ આપી રહી છે ડિસ્કાઉન્ટ….

519

ભારતીય કાર માર્કેટમાં એન્ટ્રી લેવલ કાર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. ઓછી કિંમત, વધારે માઈલેજ અને સસ્તા મેઈન્ટેનન્સને લીધે મોટાભાગના લોકો આવી કારને ખરીદતા જોવા મળે છે. એ જ કારણ છે કે ભારતીય કાર માર્કેટમાં ઘણી સસ્તી કારો હાજર છે. એટલું જ નહીં ભારતીય કાર માર્કેટ આ માંગને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓ એન્ટ્રી લેવલની કારના બજેટમાં કોમ્પેક્ટ એસયુવી માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. જો તમે પણ 6 લાખ અને તેનાથી પણ ઓછી કિંમતવાળી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જાણી લો 6 લાખના બજેટમાં મળનારી એકદમ સારી કારમાં કોનો સમાવેશ થાય છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ દેશની સૌથી વધુ વેચાણ થનારી કારમાં મારુતિ સુઝુકી અલ્ટો ટોપ પર આવે છે. તેની કિંમતની વાત કરીએ તો 3.30 લાખ રૂપિયાથી શરૂ થઈને 4.85 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારમાં 0.8 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે, જે 47 hpનો પાવર અને 69 nmનો ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિનવાળી અલ્ટો 22.05 કિલોમીટરની માઈલેજ આપે છે. આ મહિનાના અંતમાં અલ્ટોને ખરીદવા પર 30000 રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે, જેમાં 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સામેલ છે.

ફ્રાન્સની મુખ્ય કાર નિર્માતા કંપની રેનોલ્ટની કવિડ પણ આ લીસ્ટમાં સામેલ છે. તેને અલ્ટોની પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. આ કાર બે એન્જિન ઓપ્શન સાથે આવે છે. જેમાં 54 psના પાવરવાળું 0.8 લીટર અને 68 psના પાવરવાળું 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન સામેલ છે, જે 20.71 કિલોમીટરની માઈલેજ આપે છે.

જો તમે પાંચ લાખ રૂપિયાની અંદર કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો મારુતિ સુઝુકી વેગનઆરને ક્યારેય નજરઅંદાજ કરી શકાય નહીં. બજેટ સેગમેન્ટની સૌથી પસંદગીની કારમાંની એક છે. આ કાર 1.0 લીટર અને 1.2 લીટર એન્જિન સામેલ છે. હાલમાં આ કાર પર 8000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 7000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

બજેટ સેગમેન્ટમાં વેગનઆરને ટક્કર આપવા માટે હુન્ડાયની સેન્ટ્રો પાંચ લાખથી ઓછી કિંમત પર માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કારમાં 1.1 લીટરની ક્ષમતાના 3 સિલીન્ડરયુક્ત એન્જિન આપવામાં આવ્યું છે. આ કાર 20.5 કિલોમીટરની માઈલેજ આપે છે.

નિસાન મેગ્નેટ 5 લાખથી ઓછી કિંમતની કારોમાં ટોપ પર છે. એટલા માટે કારણ કે આ એક સબ કોમ્પેક્ટ SUV છે. આ બજેટમાં હેચબેક કારો સરળતાથી મળી જાય છે પરંતુ એક SUV મળવી ઘણી મુશ્કેલ છે, તેવામાં નિસાનએ હાલમાં આ કારને લોન્ચ કરી છે. આ કારની કિંમત 5 લાખ રૂપિયા થી શરૂ થાય છે અને 9.50 લાખ રૂપિયા સુધીની છે.

Previous articleઅમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં…
Next articleકપુરીયા: આ એક વિસરાતી જતી વાનગી છે, જે બાળકોને ખુબજ ભાવશે, તો એકવાર ઘરે જરૂર બનાવજો.