5 મહિનાની ગર્ભવતી હોવા છતાં રસ્તા પર ફરજ બજાવે છે DSP, લોકો કરી રહ્યા છે સલામ…

532

કોરોનાના સમયગાળામાં આરોગ્ય વિભાગની સાથે પોલીસ વિભાગ પણ રાત-દિવસ ફરજ પર રહે છે. પોલીસ આ દિવસોમાં લોકોને સુરક્ષિત રાખવા માટે અને કામ વગર ભટકતા લોકોને અટકાવવા માટે પોલીસ અનેક જગ્યાએ રોડ પર તપાસ કરતી હોય છે. તેઓ જાણે છે કે વર્તમાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે લોકડાઉન એક મહત્વપૂર્ણ પગલું છે.

આવી સ્થિતિમાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના દાંતીવાડામાં એક એવું દ્રશ્ય લોકોએ જોયું અને જેને જોઇને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહીં 5 મહિનાની સગર્ભા ડીએસપી શિલ્પા સાહુ રસ્તા પર પોતાની ફરજ બજાવતી જોવા મળી હતી.

ડીએસપી શિલ્પા સાહુ ગર્ભવતી છે પરંતુ તેમ છતાં તે પોતાની ફરજ પૂરા લગનથી નિભાવી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં તે લોકોને પૂછે છે કે તેઓ ક્યા જઇ રહ્યા છે. આ ફરજ બજાવતી વખતે સગર્ભા ડીએસપીના હાથમાં લાકડી પણ હોય છે. તેણે પેટને કારણે ઘેરવાળો ડ્રેસ પહેર્યો છે.

આ ડીએસપીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આઈપીએસ અધિકારી દિપંશુ કાબરાએ તેની એક તસવીર શેર કરી અને લખ્યું – તસવીર દાંતેવાડા ડીએસપી શિલ્પા સાહુની છે. સગર્ભાવસ્થા દરમિયાન સળગતા તડકામાં તેની ટીમ સાથે શિલ્પા પોતાની ફરજ નિભાવવામાં વ્યસ્ત છે અને લોકોને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહી છે.

સગર્ભા ડીએસપીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં તે લોકોને ઘરે રહેવાની અપીલ પણ કરી રહી છે. તેઓ વાયરલ થયા પછી, બધાએ આ મહિલા ડીએસપીને મનોમન સલામ કરવાનું શરૂ કર્યું છે..

એક તરફ લોકો આ કાર્ય માટે તેમનો વંદન કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેમના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત છે. તેમનું કહેવું છે કે ડીએસપીએ ફરજ પર લોકોની સંભાળ લેવી જોઈએ અને સાથે તેમના ભાવિ બાળકની પણ કાળજી લેવી જોઈએ.

ડીએસપી શિલ્પા સાહુના પતિ દેવાંશસિંહ રાઠોડ પણ ડીએસપી છે. બંનેની મુલાકાત તાલીમ દરમિયાન થઇ હતી. અહીં એકબીજાની નજીક આવ્યા બાદ જૂન 2019 માં તેમના લગ્ન થયા.

તે પોતાના પતિ સાથે નક્સલ પ્રભાવિત જિલ્લામાં નક્સલ ઓપરેશન માટે તેની સાથે પણ જઈ આવી છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Previous articleહું અહીંયાનો ગુંડો છું, રાહુલ દ્રવિડે રસ્તા પર કરી તોડફોડ, વિરાટ-અશ્વિને શેર કર્યો વીડિયો…
Next article90 ના દાયકામાં આવી વિચિત્ર ફેશન કરતા હતા બોલીવુડ સ્ટાર્સ, આ 10 તસવીરો જોઈને હંસી પડશો…