Homeસ્ટોરી5000 થી 5 કરોડનું સામ્રાજ્ય બનાવનાર એક પ્રતિભાશાળી યુવકની કહાની

5000 થી 5 કરોડનું સામ્રાજ્ય બનાવનાર એક પ્રતિભાશાળી યુવકની કહાની

કોલેજ ડ્રોપઆઉટ બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગે તમામ ના જીવનની કહાની આપણે વાંચી અને જાણી છે. પરંતુ આ સિવાય કેટલાક લોકો એવા પણ છે કે જેઓ કોલેજનો અભ્યાસ અધુરો છોડયો હોવા છતાં આજે તેઓ સફળ વ્યક્તિ પણ હોય છે. આજની કહાની એવા ભારતીય યુવકની છે, જેમણે સફળતાની એક અનોખી કહાની લખી છે, અને પોતાના શોખને તેના જીવનનો બિઝનેસ બનાવી દીધો છે.

મધ્યપ્રદેશના ઈંદોરમાં રહેતા એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા શશાંક ચૌરેને નાનપણથી જ કમ્પ્યુટરમાં ખૂબ રસ હતો. 13 વર્ષની વયે, કમ્પ્યુટર સાથેનું તેમનું જોડાણ વધતું રહ્યું. ધીરે ધીરે, તે સોફટવેરનું કોડિંગ પણ કરવા લાગ્યો અને તેની હેકિંગમાં તેની રુચિ દિવસેને દિવસે વધી રહી હતી. કમ્પ્યુટર અને હેકિંગમાં શશાંકની રુચિ જોઈને તેના માતાપિતા પણ ખૂબ જ નારાજ થયા અને શશાંકને કમ્પુટરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, પણ શશાંકના જીવનમાં કમ્પ્યુટર એ બધું હતું.

કમ્પુટર પ્રત્યેના શોખને કારણે, તેણે ક્રેકપલ.કોમ નામની વેબસાઇટ માટે કામ કરવાનું શરૂ કર્યું, તેને એ કંપની દ્વારા ઇમેઇલ એકાઉન્ટ હેક કરવા માટે 50 ડોલર મળતા.

એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી, શશાંકની રુચિ ધીરે ધીરે અભ્યાસથી ઓછી થવા લાગી. બીજા વર્ષે, તેમણે એન્જિનિયરિંગ કોલેજ છોડી દીધી અને ઈન્દોરની સૌથી પ્રખ્યાત સોફ્ટવેર કંપનીમાં વેબ સિક્યુરિટી કન્સલ્ટન્ટની નોકરી મેળવી. આટલું જ નહીં, તેને નોકરીમાં ત્રણ વખત પ્રમોશન પણ મળ્યું હતું.

જ્યારે ઈન્દોર શહેર પોલીસને શશાંકની પ્રતિભા વિશે જાણ થઈ ત્યારે તેણે શશાંકની સેવાઓ પણ લીધી હતી. જ્યારે શશાંકે બીજા લોકો માટે થોડા દિવસો માટે કામ કર્યું, ત્યારે તેને સમજાયું કે તેને પોતાની કંપની કેમ ન ખોલવી? આ વિચાર સાથે, તેણે પોતાની એક હેકિંગ કંપની ખોલવાનું નક્કી કર્યું.

ઓક્ટોબર 2009 માં, શશાંકે ઈન્ડિયા ઈન્ફોટેક નામની કંપનીની સ્થાપના કરી. જો કે ઓછી મૂડી સાથે કંપની શરૂ કરવી એ ઘણું મુશ્કેલ કામ હતું, શશાંકે નવી નવી કંપનીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે, તેનું સ્ટાર્ટઅપ એક ઇ-કોમર્સ વેબસાઇટ ડેવલોપમેન્ટ કંપનીમાં ફેરવાઈ અને SEO ની સર્વિસ આપવા લાગ્યો અને વિશ્વભરના ગ્રાહકોને માટે તેની સર્વિસ આપવાની શરૂઆત કરી.

ફેબ્રુઆરી 2014 સુધીમાં, શશાંક પાસે 10,000 પ્રોજેક્ટ્સ હાથ પર હતા. પાંચ વર્ષમાં તેણે 5 હજારથી 5 કરોડ સુધીની સફર કરી છે.

નજીવી મૂડી અને કોલેજ ડ્રોપઆઉટ હોવા છતાં આટલી પ્રગતિ કરવી એ એક ઉદાહરણ છે. તમે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ આપી શકો છો અને આ પોસ્ટને શેર કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments