એક પરિવારની 6 દીકરીઓ વૈજ્ઞાનિક, પિતાની ઈજ્જત વધારી અને 4 દીકરીઓ વિદેશમાં વધારી રહી છે દેશનું નામ

1165

આજના સમયમાં દીકરીઓ દિકરાની સમોવડી બનીને કામ કરી રહી છે, દરેક ક્ષેત્રમાં, દીકરીઓ દેશની સાથે સાથે તેમના પિતાનું નામ રોશન કરી રહી છે. ભારતનાં મોટાભાગનાં કુટુંબોમાં, એમની ઘરે દિકરાનો જન્મ થાય તેવું ઇચ્છતા હોય છે, ભારત દેશના મોટાભાના કુટુંબોમાં તેમના ઘરે જન્મતા બાળકોમાં દિકરાની ઇચ્છા દીકરીઓ કરતા વધારે હોય છે, પરંતુ આજે અમે તમને હરિયાણાની એક શિક્ષકની દીકરીઓની સફળતા વિશે જણાવીશું.

સોનીપતનાં ભડાણા ગામના શિક્ષકની 6 દીકરીઓ દેશભરમાં તેમના પિતાનું નામ રોશન કરી રહી છે. આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં દિકરાથી પાછળ નથી. 6 માંથી ચાર પુત્રી વિદેશમાં રહીને વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંશોધન કરી રહી છે. એક પુત્રીના કેન્સર અંગેના સંશોધનને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બે પુત્રી દેશમાં વસતી બે યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રોફેસર છે અને સંશોધન કાર્ય કરી રહી છે. શિક્ષક તેની તમામ છ દીકરીઓને દુર્ગા તરીકે જોવે છે. શિક્ષક તેમની દીકરીઓની સફળતાથી ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે મારી દીકરીઓ દીકરા કરતા વધારે વિશેષ છે.

તમને જણાવી દઈએ કે ભડાણાના જગદેવ દહિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા. તેમને 6 પુત્રી અને એક પુત્ર છે. લોકોમાં એવી માન્યતા હોય છે કે દીકરી પરણીને સાસરે જતી રહેશે અને તેઓ દીકરીઓને બોજ માને છે, જેના કારણે લોકો તેમની દીકરીઓને ભણતા નથી, પરંતુ તેમને ઘરના કામમાં બેસાડે છે, પરંતુ શિક્ષકે તેમની પુત્રીઓના શિક્ષણ માટે કોઈ બાંધછોડ કરી નથી. . તેમણે તેમની પુત્રીનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળાથી કર્યું. બધી દિકરીઓએ સોનીપટની ટીકરમ ગર્લ્સ કોલેજમાંથી 12 મા વર્ગ અને હિન્દુ કોલેજમાંથી બીએસસી કરાવ્યુ હતુ, તેણે પોતાની દીકરીઓને વધુ શિક્ષણ મેળવવા માટે એકલી ચંદીગઢ પણ મોકલી હતી.

જગદેવ દહિયાનું કહેવું છે કે તેની બધી પુત્રીઓ પોતપોતાના ક્ષેત્રની નિષ્ણાંત છે. તેમની એક દીકરી ડોક્ટર સંગીતા છે જેણે ભૌતિકશાસ્ત્રમાંથી એમએસસી-પીએચડી, બાયોટેકનોલોજી કર્યું છે, બિજી દીકરી એવી ડો.મોનીકા દહિયાએ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે અને તેમની ત્રીજી દીકરી ડો.નીતુ દહિયા, અને ચોથી દીકરી ડોક્ટર કલ્પના દહિયા, ત્થા ડોક્ટર ડેની ડાહિયા અને સૌથી નાની દીકરી પણ ડોકટર થે, તેમની મોટી પુત્રી ડોક્ટર સંગીતા હાલમાં શહેરની જીવીએમ કોલેજમાં ફિઝિક્સ પ્રોફેસર છે.

જ્યારે અન્ય એક દીકરી મોનિકા દહિયા, કેનેડાના ટોરેન્ટોમાં વૈજ્ઞાનિક છે, જ્યારે તેમની ત્રીજી દીકરી એવી ડોક્ટર નીતુ દહિયા યુએસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વૈજ્ઞાનિક છે. તે ફૂડ ઓલ્ટરનેશનથી થતા કેન્સર પર સંશોધન કરી રહી છે. તેની ચોથી દીકરી ડોકટર ડેની દહિયા છે, જે વોશિંગ્ટનમાં આરોગ્ય વિભાગના વૈજ્ઞાનિક છે. રૂચી દહિયા યુએસએના એરીઝોના યુનિયનમાં સંશોધન કરી રહી છે. શિક્ષક જગદેવ દહિયા અને તેમની પત્નીને તેમની પુત્રીની આ સફળતાનો ખૂબ ગર્વ છે. જગદેવ દહિયાએ કહ્યું છે કે તેમનો પુત્ર યોગેશ દહિયા એમબીએ પૂર્ણ કર્યા પછી તેનો ઓનલાઈન ધંધો ચલાવી રહ્યો છે. શિક્ષકે કહ્યું કે તેની બધી પુત્રીઓ પુત્રો જેવી જ છે. જો તક આપવામાં આવે તો, તે કંઈપણ કરવા સક્ષમ છે.

જો તમને આ આર્ટીકલ્સ ગમ્યો હોય તો લાઈક કરીને શેયર જરૂર કરજો, અને વધારે સારા આર્ટીકલ્સ અને સુવિચાર તેમજ અવનવી અપડેટ મેળવવા માટે ફેસબુકમાં ગુજરાત પેજને લાઈક કરો. તમારો અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે, તો કોમેન્ટ બોક્ષમાં જણાવજો, આર્ટીકલ્સ વાંચવા માટે આપ સહુનો દિલથી આભાર.

Previous articleજો તમને મોઢામાં આવા લક્ષણો જોવા મળે તો થઈ જાવ સાવધાન, હોઈ શકે છે મોઢાનુ કેન્સર
Next articleહવે આ ધનતેરસ ના દિવસે ખરીદો આ ૫ પીળી વસ્તુ અને પછી ધન નો જે ફાયદો થશે એ જાણીને તમને પણ નવાઈ લાગશે.