મિત્રતા એ એવી ભાવના છે કે, જે ફક્ત સુખ જ નહીં પરંતુ દુઃખમાં પણ સાથ આપે છે. પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવીશું, જેનો ખાસ મિત્ર એક અજગર છે. 8 વર્ષીય “ઈનબર” ઇઝરાઇલમાં રહે છે. ઈનબરનો બેસ્ટ ફ્રેન્ડ તેનો પાલતુ સાપ છે. આ સાપ તેનો સ્વિમિંગ સાથી પણ છે. જ્યારે પણ ઇનબર તેના સ્વિમિંગ બાથમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો મિત્ર સાપ પણ તેની સાથે સ્વિમિંગ છે.
ઇનબર સાથે રહેતો આ સાપ 11 ફૂટ લાંબો અને પીળા રંગનો અજગર છે. આ સાપ ઇનબરનો પાલતુ હોવા છતાં, ઘણા લોકો ઇનબરને સાપ સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે બાળકો માત્ર સાપ જ નહીં, ગરોળીને જોઈને પણ ડરી જતા હોય છે. જો કે, ઇનબરને અજગરથી ડર જ નથી લાગતો. તેણીને તેના પાલતુ સાપ સાથે સમય પસાર કરવાનું ખુબ જ પસંદ છે.
‘રૉયટર્સ’ના જણાવ્યા અનુસાર, ઇનબાર તેના માતાપિતા સાથે દક્ષિણ ઇઝરાઇલના કૃષિ સમુદાયના પશુ અભયારણ્યમાં રહે છે. ઇનબર બાળપણથી જ તેના પાલતુ પ્રાણીઓને પ્રેમ કરે છે. બેલે (સાપનું નામ) પણ તેના પાલતુ પ્રાણીઓમાંનું એક છે. જ્યારે વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસને કારણે લોકડાઉન થયું હતું અને શાળાઓ બંધ થઈ ગઈ હતી, ત્યારે ઇનબારે બેલે સાથે જ સમય પસાર કર્યો હતો. ઇનબર અને બેલેની ખૂબ ગાઢ મિત્રતા છે.
ઈન્બરને તેના પાલતુ સાપ સાથે ફરવા અને રમવાનું ખુબ જ પસંદ છે. ઇનબરની માતા કહે છે કે ‘ઇનબરનો ઉછેર સાપ અને ઘણા પ્રાણીઓની વચ્ચે થયો હતો. જ્યારે તે નાની હતી અને બાથમાં સ્નાન કરતી હતી ત્યારે બેલે અજગર તેની સાથે જ રહેતો હતો. હવે બંને મોટા થઈ ગયા છે, તેથી તેઓ સાથે રહે છે.
સોશિયલ મીડિયા પર ઇનબર અને બેલેના સ્વિમિંગનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.