રશિયામાં 96 વર્ષથી રાખવામાં આવ્યો છે આ વ્યક્તિના મૃતદેહને, જાણો કેવી રીતે લેવામાં આવે છે તેની કાળજી.

280

રશિયાના “વ્લાદિમીર લેનિન”ના નેતૃત્વ હેઠળ રશિયા ઝાર શાસનમાંથી મુક્ત થયું હતું. તેમના નેતૃત્વ હેઠળ, રશિયન ક્રાંતિ પછી વર્ષ 1922 માં સોવિયત સંઘની સ્થાપના થઈ અને પછી તે વિશ્વનો મહાસત્તાક દેશ બન્યો. પરંતુ શું તમે જાણો છો કે, 96 વર્ષ પહેલા મૃત્યુ પામેલ ‘વ્લાદિમીર લેનિન’નો મૃતદેહ હજી પણ રશિયામાં સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યો છે. તો ચાલો તેને કઈ રીતે સાચાવવામાં આવે છે તેના વિષે જાણીએ.

લેનિનના મૃત્યુ પછી આજે ઘણી પેઢીઓ વીતી ગઈ છે, તેમ છતાં રશિયન વૈજ્ઞાનિકોએ તેમના મૃતદેહનેને સારી સાચવવાનું કાર્ય કર્યું છે. લેનિનનો મૃતદેહ તેના મુર્ત્યુ વખતે જેવો હતો એવો જ છે. તેમના મૃતદેહોને જોતા લાગે છે કે તેઓ મૃત નથી પરંતુ જીવંત છે.

એવું કહેવામાં આવે છે કે, મોસ્કોમાં એક સંસ્થા છે, જે બાયો-કેમિકલની રીતથી લેનિનના મૃતદેહને સારી રીતે સાચવવાનું કામ કરે છે. આ સંસ્થામાં પાંચથી છ લોકોનું જૂથ છે, જે લેનિનના મૃતદેહ પર જ કામ કરે છે. આ જૂથમાં એન્ટોમિસ્ટ્સ એટલે કે શરીરની આંતરિક રચનાના નિષ્ણાતો અને સર્જનો સાથે બાયોકેમિસ્ટનો સમાવેશ થાય છે. આ જૂથની જવાબદારી એ છે કે, લેનિનનો મૃતદેહ હંમેશા સારી સ્થિતિમાં રહે.

લેનિનના મૃતદેહ પર કામ કરતા નિષ્ણાતોએ એ ધ્યાન રાખવાનું હોય છે કે સાચવેલ શરીરનું શારીરિક સ્વરૂપ વધુ સારું રહે, તેનો દેખાવ, કદ, વજન, રંગ અને અંગો પહેલા હતા તેવા જ રહે. નિષ્ણાતો આ માટે ક્વાસીબાયોલોજીકલ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન, નિષ્ણાતો કેટલીકવાર શરીરના કેટલાક ભાગોની ત્વચા પ્લાસ્ટિક અથવા અન્ય પદાર્થોથી બદલી નાખે છે, જેના કારણે શરીર પહેલાના સમયની તુલનામાં બદલાઈ જાય છે.

લેનિનના મૃત્યુના ત્રણ મહિના પહેલા વર્ષ 1923 માં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાનો હતો કે મૃત્યુ પછી લેનિનના શરીર અંગે શું વ્યૂહરચના હશે. ઇતિહાસકારોના મતે, ‘જોજેફ સ્ટાલિ’ને લેનિનનો મૃતદેહ આવનારી પેઢી સુધી સાચવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સોવિયત સંઘ અને રશિયાની વિજ્ઞાનિક પદ્ધતિઓ આશ્ચર્યજનક છે. લેનિનનો મૃતદેહની સંભાળ રાખવામાં આવે છે અને તેની ત્વચાને બદલવામાં આવે છે અને તેમાં ચમક અને તાજગીને વધારવામાં આવે છે, આ પ્રક્રિયા માટે રશિયા દર વર્ષે ખુબ જ પૈસા ખર્ચે છે.

Previous articleજાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય…
Next articleભારતનું આ એક ગામ જ્યાં, કરવામાં આવે છે ચામાચીડિયાની પૂજા, જેને માનવામાં આવે છે શુભ..