ગુજરાતની આ ગામની મહિલાઓ સાબિત કરીને બતાવી દીધું છે કે જો મનમાં કઈ કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ મુકામ હાસિલ કરી શકાય છે. ગુજરાતના આ ગામની મહિલાઓએ પોતાના જ ગામના ઉભી કરી દીધી કરોડો રૂપિયાની બેન્ક.
આ ગામ સોનગઢ તાલુકાનું માંડળ છે. માંડળ ગામની મહિલાઓ આજે સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ બની છે. આ ગામની મહિલાઓઓ મળીને 1999 માં એક સહકારી બેન્કની શરૂઆત કરી હતી.
ગામની મહિલાઓએ પોતાની મહેનતથી જે બચત બેન્ક ચાલુ કરી હતી તેને આજે એક આદર્શ બેન્કમાં રૂપાંનતરિત કરી દીધી છે. સાથે સાથે આ બેન્ક આજે કરોડપતિ બેન્ક પણ બની ગઈ છે. આ બેન્કની ખાસ વાત એ છે કે આ બેન્કના ખાતેદારોથી લઈને કર્મચારીઓ પણ મહિલાઓ જ છે.
આ બેન્કની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે મહિલાઓ સશકત થાય. મહિલાઓ પણ બચત કરી શકે અને આર્થિક રીતે થોડી ઘણી સારી સશક્ત બની શકે. આ મહિલા બેન્ક મહિલાઓને જરૂરિયાત સમયે મહિલાઓને લોન આપે છે અને તેમને સારું વ્યાજ પણ આપે છે.
જેનાથી તેમને સારી એવી કમાણી પણ થાય છે. આદિવાસી મહિલાઓ પણ બચત અંગે જાગૃત થાય તેની માટે આ બેન્કની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ ગામની મહિલાઓ આ મહિલા બેન્ક દ્વારા સારી એવી બચત પણ કરે છે.
આજે આ ગામની મહિલાઓએ જ કરોડો રૂપિયા આ બેન્કમાં જમા કરી દીધા છે. જેની આ બેન્ક આજે કરોડપતિ બેન્ક થઇ ગઈ છે. જે જરૂર પડે ત્યારે મહિલાઓને આર્થિક રીતે મદદ કરે છે.