572 ભિખારીઓને આપી નોકરી અને 5000 ને ફરીથી જીવવાની આશા આપી : 26 વર્ષનો પ્રોફેસર ઘણાના જીવન બદલી રહ્યો છે.

821

તામિલનાડુનો એક વ્યક્તિ 8 મહિના પહેલા ભિખારી બની ને જીવી રહ્યો હતો. મંદિરોની બહાર અને રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર જીવતો હતો. પરંતુ આજે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાય ગયું છે. તેના જીવનને બદલાવવાનો ની યશ એક યુવાન પ્રોફેસરને જાય છે. આજે તે પોતાની ચાની દુકાન ચલાવી રહ્યો છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

39 વર્ષીય વેંકટરામનએ કહે છે કે “લોકડાઉનની શરૂઆતમાં તેમનું જીવન બદલાઈ ગયું જ્યારે કોલેજનાં એક પ્રોફેસરએ મંદિરની પાસે ખાવાનું વહેંચતી વખતે મારી સાથે વાત કરી.” “હું શરાબી હતો. મારી પત્ની, માતાપિતા, મારા પુત્રએ મને છોડી દીધો હતો.”

પ્રોફેસર પી.નવીન કુમાર કુમાર છેલ્લા 6 વર્ષથી જેકેકેએન કૉલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ભણાવે છે. તેઓ શેરીઓમાં રહેતા ભિખારીઓ અને નિરાધાર લોકોનું પરિવર્તન લાવી રહ્યા છે. કુમારે કહ્યું, “જ્યારે હું મારી એન્જિનિયરિંગની ડીગ્રી કરી રહ્યો હતો ત્યારે તેની શરૂઆત થઈ. રાત્રિભોજન માટે મારી પાસે માત્ર 10 રૂપિયા જ હતા, હું જમવાનું લેવા માટે રસ્તાની એક સ્ટોલ પર ગયો તે દરમિયાન મારી મુલાકાત ભિખારીઓ સાથે થઈ. કેટલીકવાર ભિખારી તેની પાસે પૈસા લેવા માટે આવતા, તો તે ભિખારીઓને રાત્ર નું ભોજન લઈ આપતો અને પોતે ભૂખ્યો સૂઈ જતો. ”

તેણે કહ્યું, “મારા પિતા વિકલાંગ છે અને મારા માતા પથારીવશ છે, તેથી મને ખબર છે કે પૈસાની ના હોય ત્યારે ભૂખ શું છે.”

નવીને કહે છે કે  “કેટલાક ભિખારીઓ એવા ઉદ્યોગપતિ નીકળ્યા જેમને તેમનું બધું જ ગુમાવી દીધું હતું અથવા માનસિક બીમારી વાળા લોકો, જેને પરિવારો દ્વારા છોડી દેવામાં આવ્યા હતા, અને કેટલાક વૃધ્ધ વ્યક્તિઓ જેને પણ તેના પરિવાર દ્વારા છોડી દેવાયા હતા.”

આ પછી નવીને તેના કેટલાક ક્લાસના મિત્રો સાથે આચાર્યમ ટ્રસ્ટની સ્થાપના કરી. 2016 પછી, તેનો પગાર, નાના દાન અને આચાર્યમ ટ્રસ્ટના માધ્યમ દ્વારા 18 જિલ્લમાં 400 સ્વયંસેવકો ની મદદ થી નવીને 572 ભિખારીઓને ફરી સારા કામે લગાવ્યા અને 5000 થી વધુને પાછા મોકલ્યા. 

આ દ્વારા, નવા ભિખારીઓની માહિતી કાઢે છે ને પછી તેમને ખોરાક, ઘર અને  કપડાંના ચાર સેટ આપીને પુનર્વાસ કરાવે છે. તેમની સેવા બદલ 2015 માં યુવા મંત્રાલય દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે નવીન અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોને સરકાર દ્વારા સંચાલિત વૃધ્ધાશ્રમ માં મોકલ્યા છે અથવા તેના પરિવાર પાસે પાછા મોકલ્યા છે 

Previous articleવિદેશની નોકરી છોડીને, ગામમાં ગોળ બનાવવાનું કામ શરૂ કર્યું, આજે કરે છે તેની વિદેશમાં સપ્લાય અને લાખોની કમાણી…
Next articleઅપલખણો વાંદરો! યુપીમાં એક વૃદ્ધ વ્યક્તિનું પૈસાનું બંડલ છીનવીને વાંદરાએ 500-500 રૂપિયાની નોટનો વરસાદ કર્યો…