આંખો વિના જીવન જીવવાની કલ્પના કરી શકાતી નથી. આંખો એ કુદરતની એક અમૂલ્ય ભેટ છે. આંખોના કારણે જ આપણે આ વિશ્વના સુંદર દૃશ્યો જોઈ શકીએ છીએ. આંખોની કિંમત એવા લોકોને પૂછો કે જે લોકો ઓછું દેખાય છે અથવા તો જે જોઈ જ નથી શકતા. તમારે તમારી આંખની સુરક્ષાને ક્યારેય અવગણવી જોઈએ નહીં. ચાલો જાણીએ આંખની સંભાળ કેવી રીતે રાખવી.
1. આંખોને ગરમ પાણીથી ધોવી જોઈએ નહીં, તેનાથી આંખોને નુકસાન થાય છે.
2. સવારે ઉઠ્યા પછી, મોંમાં પાણી ભરો અને આંખો બંધ કરી તેના પર 20-25 વાર ઠંડા પાણીના છાંટા નાખો. યાદ રાખો, કે ચહેરાને પાણીથી ધોતા સમયે મોંઢામાં પાણી ભરેલું હોવા જોઈએ.
3. જો તડકો, ગરમી અથવા કોઈ શ્રમ કાર્યના કારણે શરીર ગરમ હોય તો ચહેરાને ઠંડા પાણીથી ન ધવો જોઈએ. થોડો આરામ લેવો અને પરસેવો સુકાઈ જાય અને શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય પછી જ ચહેરો ધોવો જોઈએ.
4. કેટલીકવાર રડવું આંખો માટે ફાયદાકારક છે. આનથી મનની સાથે આંખો પણ શુદ્ધ થઈ જાય છે.
5. જો તમને નિંદ્રા, આંખોમાં ભારેપણું, બળતરા અથવા થાક લાગે છે, તો તરત જ કામ કરવાનું બંધ કરો અને આંખોને થોડો આરામ આપો.
6. આંખોને ધૂળ, ધુમાડો, સૂર્યપ્રકાશ અને તીવ્ર પવનથી સુરક્ષિત રાખવી જોઈએ. આવા વાતાવરણમાં વધુ સમય રહેવું જોઈએ નહીં. જો તમે સતત આંખો સાથે કામ કરી રહ્યા છો, તો પછી વચ્ચે 1-2 વખત આંખો બંધ કરો, અને હથેળીઓને હળવા દબાણ સાથે આંખો પર રાખો.
7. રાત્રે મોડે સુધી જાગવું અને સૂર્યોદય પછી પણ મોડે સુધી સૂવું આંખો માટે નુકસાનકારક છે. જો તમારે મોડી રાત સુધી જાગવું હોય, તો એક કલાક કે અડધો કલાકમાં એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.
8. દૂરના પદાર્થો અથવા દ્રશ્યોને લાંબા સમય સુધી જોવા જોઈએ નહીં. તીવ્ર સૂર્યપ્રકાશથી ચમકતા દ્રશ્યોને જોવા નહીં, ઓછા પ્રકાશમાં લખવાનું, વાંચવાનું કે ઝીણું કામ કરવું જોઈએ નહીં.
9. આંખો માટે હંમેશાં ટીવી અથવા કમ્પ્યુટર સ્ક્રીનથી પૂરતું અંતર જાળવવું વધુ સારું રહેશે. આ સિવાય, તમે દિવસભર કમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરો છો તો થોડી-થોડી વારે આખોને બંધ કરી વિરામ આપવો જોઈએ.
10. લાંબા સમય સુધી અને અંધારામાં ટીવી જોવાની અસર આંખો પર પડે છે. તેમાંથી નીકળતા કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આમ આંખોને સ્વસ્થ રાખવા માટે આ નિયમોનું પાલન કરવું