શું તમને ખબર છે કે આ ૧૦ વસ્તુ ઘરમાં રાખવાથી આપણ ને થઇ શકે છે ખુબજ મોટું નુકશાન અને કંગાળ બની શકીએ છીએ.

510

આપણે બધા આપણા ઘરને સારી રીતે સજાવટ કરવા માંગીએ છીએ. આ માટે અમે બજારમાંથી વિવિધ પ્રકારની વસ્તુ લાવીએ છીએ જેથી તમારુ ઘર સુંદર દેખાય. પરંતુ આમાંની ઘણી એવી વસ્તુઓ પણ હોય છે જે અખા ઘરમા નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આજે અમે તમને એવી જ ૧૦ વસ્તુઓ બતાવીએ છે જે ક્યારેય ઘરમા ન રાખવી જોઈએ.અમે જણાવી રહ્યા છીએ જે તમારી ગરીબીનુ કારણ બની શકે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે વાસ્તુ મુજબ ઘરમા ન રાખવી જોઈએ. વળી જો આ વસ્તુઓ ઘરમા રાખવામા આવે તો તે તરત જ દૂર કરવી જોઈએ.

૧) મહાભારતને લગતી વસ્તુઓ ઘરમા ન રાખવી જોઈએ . મહાભારત શાસ્ત્રોની સાથે-સાથે આ યુદ્ધના પ્રતીકો, જેમ કે ચિત્ર અથવા રથ વગેરે ઘરમા રાખવાથી ઘરમાં દુ:ખ વધે છે.

૨) તાજમહેલનુ ચિત્ર અથવા તેના ચિહ્ન ઘરમા મુકવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. ખરેખર તાજ મહેલ એ મુમતાઝની કબર છે. તેથી તે સીધુ મૃત્યુ સાથે સંબંધિત છે.

૩) નટરાજ નૃત્ય કળાના દેવ છે પરંતુ તે જ સમયે નટરાજની આ મૂર્તિમા ભગવાન શિવ ”તાંડવ” ના નૃત્યમા છે જે વિનાશનો સંકેત આપે છે. તેથી તેને ઘરથી દૂર રાખો.

૪) ડૂબતી નૌકાને ઘરમા રાખવાથી સૌભાગ્ય પણ છીનવાય જાય છે. ઘરમા ડૂબી રહેલી બોટનુ ચિત્ર અથવા કોઈ શોપીસ તમારા ઘરના સંબંધો પર સીધો પ્રહાર કરે છે.

૫) ઘરમા જંગલી પ્રાણીનો ફોટો રાખવો અથવા શોપીસમા રાખવુ સારુ માનવામા આવતુ નથી. આનાથી ઘરમા રહેતા લોકોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે.

૬) તૂટેલા કાચને ઘરમા રાખવા જોઈએ નહી. તેનાથી આર્થિક નુકસાન થાય છે. જો દરવાજા અને બારીઓમા કાચ તૂટી જાય તો તે પણ બદલવા જોઈએ.

૭) એક દેવતાની પ્રતિમા સામ-સામે ન રાખવી જોઈએ. આ કરવાથી આવકના સાધનો ઓછા અને ખર્ચ વધારે થઈ જાય છે. વળી તૂટેલી મૂર્તિ અને ખંડિત ભગવાનની તસવીરો ઘરમા ન રાખવી જોઈએ. આ બધા પૈસાથી સંબંધિત સમસ્યાઓમા વધારો કરે છે.

૮) ઘરમા કબૂતરનો માળો ન હોવો જોઈએ. ઘરમા કબૂતરનો માળો હોવો અશુભ માનવામા આવે છે. ઘરમા સુખ-સમૃદ્ધિ નથી આવતી.

૯) ઘરમા કરોળિયાના જાળા ન હોવા જોઈએ. તેનાથી ઘરમા આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તુ મુજબ આનાથી ઘરમા વિખવાદ અને મુશ્કેલી વધે છે. .

૧૦) જો ઘરમા પાણીનો નળ ખરાબ હોય અથવા પાણીની પાઇપ લીક થઈ રહી હોય તો તે માત્ર પાણીનો બગાડ જ નથી પરંતુ સંકેત આપે છે કે તમારા ઘરમાંથી સકારાત્મક ઉર્જા નીકળી રહી છે.

Previous articleજાણો પૃથ્વી પરના સૌથી સ્વચ્છ હવાવાળા સ્થાન વિષે જે વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું છે.
Next articleજાણો કાંગારું ને લગતી આ ખાસ વાતો કે જે તમને જાણીને નવાઈ લાગશે.