Homeહેલ્થઆ ચાર પ્રકારના પાંદડા મોસમી રોગોથી રાહત આપે છે તેમજ વાળ ખરતા...

આ ચાર પ્રકારના પાંદડા મોસમી રોગોથી રાહત આપે છે તેમજ વાળ ખરતા અને દાંતના દુઃખાવાથી આપે છે રાહત…

વાતાવરણમાં પરિવર્તન થતાં રોગો અને બીમારીઓ પણ વધે છે. ખાસ કરીને મોસમી રોગો જેવા કે વાઈરસ તાવ, ફલૂ, શરદી-ખાંસી, વગેરે. જો શરીરનો પ્રતિકાર ખૂબ મજબૂત ન હોય તો રોગો થઈ શકે છે. કેટલીકવાર પેટની સમસ્યા પણ થઈ શકે છે.ચોમાસા અને શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા પણ થઈ શકે છે. અનેક રોગોની આયુર્વેદિક સારવાર આપણી આસપાસ છે, આપણે ફક્ત તેમના વિશે જાણતા નથી. આપણી આસપાસ રહેલી વસ્તુથી આરોગ્યની ઘણી સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે, ખાસ કરીને ઝાડ અને છોડમાં. આજે આપણે ચાર પ્રકારના પાંદડા વિશે વાત કરીશું, જે ઘણા રોગો અને સમસ્યાઓમાં અસરકારક છે.

લીમડો, તુલસી, બબૂલ અને બોરના વૃક્ષો આપણી આસપાસ રહેલા હોય છે. આ ચાર પ્રકારના પાંદડા ઔષધિના ગુણધર્મોથી ભરપુર હોય છે. તેઓ ઘણા રોગોમાં ઘરેલું ઉપાય તરીકે ઉપયોગમાં લેવાય છે. વાળ ખરવા, દાંતના દુઃખાવા જેવી સમસ્યાઓથી પણ તેઓ રક્ષણ આપે છે. ચાલો જાણીએ આ ચાર પ્રકારના પાંદડાઓની ઔષધિઓ વિશે…

તુલસીના પાનની ચા પીવાથી શરદી અને ખાંસીમાં ખૂબ રાહત મળે છે. જો તમે દરરોજ સવારે તુલસીના પાનવાળી ચા પીતા હશો અથવા નિયમિતપણે તુલસીના પાન ખાશો તો આ ટેવ તમને અનેક રોગોથી દૂર રાખે છે.

લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે સવારે ખાલી પેટ પર લીમડાના 10-12 પાંદડા વાટીને પીશો તો ચહેરા પર તમને ચામડીના રોગ નહીં થાય, તે પિમ્પલ્સની સમસ્યાઓ પણ દૂર કરે છે. તે આપણા લોહીને પણ સાફ રાખે છે, જેનાથી ઘણા બધા રોગો દૂર થાય છે.લીમડાંના પાનને પાણીમાં ઉકળીને તેનાથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યાઓ દૂર થાય છે. લીમડાના પાનથી માથાના વાળની જૂની સમસ્યાઓ પણ દુર થાય છે.

લીમડા અને તુલસીના પાંદડાની જેમ જ બાવળના પાંદડા પણ ખુબ ઉપયોગી છે. તમે ઘણી કંપનીઓની ટૂથપેસ્ટમાં બાવળનો ઉલ્લેખ સાંભળ્યો, વાંચ્યો હશે અથવા જોયો હશે. બાવળનાં પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંત મજબૂત બને છે. આ સિવાય બાવળની ડાળીઓ પણ દાંતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાથી દાંત સાફ અને મજબૂત બને છે.

બોરના પાન વાળ ખરવાની સમસ્યાઓથી પણ રાહત આપે છે. બોરના પાન અને લીમડાના પાનને વાટીને તેમાં લીંબુનો રસ નાખીને વાળમાં લગાડવાથી વાળ મજબૂત બને છે અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments