ચાણક્ય નીતિ શાસ્ત્ર આચાર્ય ચાણક્ય દ્વારા રચિત એક પુસ્તક છે. આ પુસ્તકમાં, તેમણે મનુષ્યના કલ્યાણ માટે ઘણા સૂત્રો આપ્યા છે, જેને અનુસરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. આચાર્ય ચાણક્યએ પોતાના આ પુસ્તકમાં લખ્યું છે કે, જો કોઈ વ્યક્તિ પાસે આ ચાર વસ્તુઓ હોય, તો તે સમૃદ્ધ વ્યક્તિ હોય. આ ચાર વસ્તુઓ ખરેખર વ્યક્તિની સારી ટેવો છે, જે તેને સફળ વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે.
આચાર્ય ચાણક્યના કહેવા મુજબ, જે લોકો કોઈ પણ લોભ અથવા સ્વાર્થથી પોતાનો સ્વભાવ બદલાવતા નથી, તેવા લોકો ક્યારેય ગરીબ નથી હોતા. આવા લોકો ફક્ત હૃદયથી સમૃદ્ધ નથી હોતા, પરંતુ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પણ તેમના પર રહે છે. માણસે સ્વાર્થ માટે પોતાનો સ્વભાવ કદી બદલવો જોઈએ નહીં. વ્યક્તિએ દરેક માનવી સાથે સમાન વર્તન કરવું જોઈએ.
એક સફળ વ્યક્તિ તે છે જે પોતાના નિર્ણયો મક્કમ રાખે છે. આવા લોકો ધનવાન હોય છે. પરંતુ જે લોકો તેના નિર્ણયો દ્રઢ રાખતા નથી તેની પાસે ક્યારેય પૈસા હોતા નથી. ચાણક્ય કહે છે કે સફળતાનું મોટુ અવરોધ આળસ છે. આળસ માણસનો સૌથી મોટો શત્રુ છે. ચાણક્ય નીતિ મુજબ, જીવનમાં સફળ અને સમૃદ્ધ બનવા માટે આળસ છોડવી અનિવાર્ય છે.
ચાણક્ય નીતિ અનુસાર વિનમ્ર સ્વભાવના વ્યક્તિઓ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિનું બીજા સાથે કેવું વર્તન છે, એ પણ તેની સફળતા નક્કી કરે છે. તેથી વ્યક્તિનો સ્વભાવ ખૂબ શાંત હોવો જોઈએ. ખરાબ ટેવો હંમેશાં વ્યક્તિને ખરાબ પરિણામો તરફ દોરી જાય છે. તેથી, ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ જીવનમાં હંમેશાં ખોટી આદતો અપનાવી જોઈએ નહીં. ખોટી આદતો વ્યક્તિને ક્યારેય સફળ અને ધનવાન બનવા દેતી નથી.