Homeહેલ્થઆ 5 કારણોના લીધે તમને નાની ઉંમરે આવી શકે છે 'હાર્ટ એટેક'...

આ 5 કારણોના લીધે તમને નાની ઉંમરે આવી શકે છે ‘હાર્ટ એટેક’ જેવી ગંભીર બીમારી…

એવું કહેવામાં આવે છે કે, ફક્ત અમુક ઉંમર પછી જ હૃદયરોગનો હુમલો થવાની સંભાવના છે, અથવા તો એવા લોકોને હાર્ટએટેક થવાની સંભાવના છે કે, જેમના પરિવારમાં પહેલા કોઈ વ્યક્તિને આ રોગ થયો હોય. પરંતુ હવે એવું નથી. અનિયમિત જીવનશૈલીને કારણે, હાર્ટએટેક કોઈપણ ઉંમરે અને કોઈપણ વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેકના સૌથી સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, આલ્કોહોલ, જંક ફૂડનું સેવન, ઓવરટાઇમ અને તણાવ શામેલ છે.

એમ.ડી. ડો.સંજય ગુજરાતીના જણાવ્યા અનુસાર તાજેતરમાં તેમની પાસે 18 થી 20 વર્ષના છોકરાઓના એવા કેસ આવ્યા હતા જેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પરથી કહી શકાય કે, આ ઉંમરે પણ હાર્ટ એટેક આવી શકે છે. ડોકટરો માને છે કે, આપણી જીવનશૈલી ખૂબ જ અનિતમિત થઈ ગઈ છે, આપણે આ કારણથી જ રોગોનો ભોગ બની રહ્યા છીએ. નિષ્ણાતોના મતે, મોટા ભાગે 5 કારણો એવા છે જે તમને નાની ઉંમરે પણ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી આપી શકે છે. ચાલો જાણીએ તે કયા પાંચ કારણો છે અને કેવી રીતે તમને હાર્ટ એટેક આવે છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલ :- ઘણીવાર આ યુગના યુવાનો એક બીજાને જોઈને ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત પાડે છે, જેનાથી તેઓ વ્યસની બની જાય છે. ડોકટરોના મતે, આ ટેવના કારણે મનુષ્યમાં હ્રદય રોગ જેવા રોગોના લક્ષણો પેદા થાય છે. આ ઉપરાંત તેનાથી વજન વધારાની સમસ્યા થાય છે અને હૃદય રોગ થાય છે. વધુ દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધે છે, જેની સીધી અસર રક્ત વાહિનીઓ પર પડે છે, જેના કારણે હાર્ટ પંમ્પિંગ શરૂ થઈ જાય છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.

જંક ફૂડ :- સામાન્ય રીતે, યુવા પેઢી તેમના રોજિંદા જીવનમાં જંક ફૂડ પર આધારિત હોય છે, જેમાં તેઓ મોટે ભાગે તળેલી વસ્તુઓનું સેવન કરે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને તેનો સીધો પ્રભાવ હૃદય પર પડે છે.

ઓવરટાઇમ :- 30-45 વર્ષની વયના લોકો તેમની જીવનશૈલીમાં એટલા વ્યસ્ત હોયછે કે, તેઓ તેમના ખાવા પીવા પર ધ્યાન આપતા જ નથી, અને બહારની ચીજો ખાય છે. તેઓ ઓફિસમાં હંમેશાં કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે અને તે પછી પણ તેઓ ઘરે પાછા આવે છે અને ફોનનો ઉપયોગ કરે છે. આ પણ હાર્ટ એટેકનું એક કારણ છે.

તણાવ :- તણાવ એટલે કે, સ્ટ્રેસ એક એ કારણ છે જેનાથી તમારું શરીર અને મન સ્વસ્થ રહી શકતા નથી. તે તમારા હૃદય અને મગજને પણ અસર કરે છે. આમ તણાવ પણ હાર્ટએટેકનું કારણ છે.

આમાં સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. જેના કારણે કામનો ભાર સીધી રક્ત વાહિનીઓને અસર કરે છે. આને કારણે યુવા પેઢી અને મધ્ય લોકો બ્લડ પ્રેશરનો શિકાર બની રહ્યા છે. અને તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments