આ 5 વસ્તુઓ ખાધા પછી ભૂલથી પણ ન પીવું જોઈએ પાણી, નહિતર થઈ શકે અનેક બીમારીઓ…

હેલ્થ

આપણે નાનપણથી જ જોયું છે કે, જ્યારે પણ આપણે કોઈ મીઠી ચીજ ખાધા પછી પાણી પીઈએ છીએ ત્યારે ઘરના વડીલો આપણને આવું કરવાથી રોકે છે અને જ્યારે આપણે તેમની વાત માનતા નથી, તેથી ઘણી વાર સુકી ઉધરસ અથવા બીજી કોઈ સમસ્યા થાય છે. ફક્ત મીઠાઈ ખાવાથી આવું થતું નથી, પરંતુ બીજી પણ ઘણી વસ્તુઓ છે, જે ખાધા પછી પાણી ન પીવું જોઈએ, કરણ કે, આનાથી શરીરમાં કેટલાક પરિવર્તન આવે છે અને તેના લીધી સમસ્યા ઉભી થાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કઈ વસ્તુઓના સેવન પછી પાણી ન પીવું જોઈએ…

1) કોફી :- કોફી પીધા પછી પાણી પીવાની ઇચ્છા થાય છે. આવું જીભ પર હાજર ટેસ્ટ બડ્સના કારણે થાય છે. સતત ગરમ પીણાંનું સેવન કર્યા પછી જીભને ઠંડકની જરૂર પડે છે, તેથી આપણને પાણી પીવાનું મન થાય છે. પરંતુ જો તમે કોફી પીધા પછી તરત જ પાણી પીઈ લ્યો છો, તો તેની સીધી અસર તમારી પાચનતત્રં  પર પડી શકે છે, તેથી કોફી પીધા બાદ અડધો કલાક સુધી જ પાણીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી કબજિયાત પણ થઈ શકે છે.

2) ફળ :- જો આપણે ફળો ખાધા પછી પાણી પીવા જઇએ તો ઘરના વડીલો આપણને રોકે છે. તેઓ આવું એટલા માટે કહે છે કારણ કે, ફળો ખાતી વખતે પાણી પીવાથી તમને અપચો, ખાંસી અથવા સુગર લેવલમાં વધારો થવાની સમસ્યા થઈ શકે છે. નારંગી અને દ્રાક્ષ ખાધા પછી તરત જ પાણી પીવાથી ગળામાં દુખાવો કે ખરાશ થઈ શકે છે. કેળા, ચીકુ, પેરૂ, સફરજન, દાડમ વગેરે જેવા ફળમાં સુગરનું અથવા સાઇટ્રિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે જેથી પાણી પીતાની સાથે જ શરીરને નુકસાન થાય છે.

3) ચણા :- ચણા અથવા તેમાંથી બનેલી કોઈપણ વાનગી ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, ચણા પચાવવા માટે આપણા શરીરને આપણા પેટની અંદર રહેલ તાપમાનની આવશ્યકતા હોય છે અને પાણી પીવાથી, આ તાપમાન ઘટી જાય છે. આવી સ્થિતિમાં, પેટમાં પહોંચેલા ચણાનું યોગ્ય રીતે પાચન થતું નથી, તેના કારણે પેટમાં દુખાવો થવાની સમસ્યા થાય  છે.

4) મગફળી :- મગફળી ખાધા પછી પાણી પીવાથી મોટાભાગના લોકોને સુકી ઉધરસ થાય છે આવું એટલા માટે થાય છે કારણ છે કે તેની તાસીર ગરમ હોય છે. મગફળી સ્વાદમાં થોડી મીઠી પણ હોય છે. મગફળી ગરમ હોય છે અને પાણી ઠંડુ હોય છે, તેથી તેને ખાતાની સાથે તરસ શરૂ લાગે છે. બંને એકબીજાની સંપૂર્ણ વિરુદ્ધ છે, તેથી મગફળી ખાધા પછી ઓછામાં ઓછા 15 મિનિટ બાદ પાણી પીવું જોઈએ.

5) મીઠી :- જો તમે મીઠાઇ ખાધા પછી તરત જ પાણી પીઈ લો છો, તો શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે. પાણી શરીરમાં સુગરને સંગ્રહિત કરવાની ક્ષમતામાં વધારો કરે છે, તેથી મીઠાઈ ખાઈને પાણી પીવાથી શરીરની અંદર વિચિત્ર બદલાવ આવે છે. જો તમે આ વારંવાર કરો છો, તો તમને ડાયાબિટીઝ થવાની શક્યતા વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *