પર્સ અથવા પાકીટનો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરવામાં આવે છે. આ પૈસા રાખવા માટેનું સ્થાન પણ છે. તેથી, પર્સનો ઉપયોગ કરતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ. પર્સમાં પાંચ વિશેષ ચીજો રાખવાથી ધનમાં વધારો થાય છે.
તમારા પર્સ અથવા પાકીટમમાં ગુરુ અથવા દેવીદેવતાનો ફોટો ન રાખવો જોઈએ. તમારા પર્સમાં પરિવારના સભ્યોનો ફોટો રાખવો જોઈએ. જો તમે ઇચ્છો, તો તમે પર્સમાં સ્વસ્તિક અથવા “ॐ” નું પ્રતીક પણ રાખી શકો છો. તમે જે પણ ફોટો અથવા પ્રતીક રાખો છો, તે ફાટેલું કે તુટેલુ ન હોવું જોઈએ.
પર્સમાં સિક્કા અને નોટોને યોગ્ય રીતે રાખવી જોઈએ. પર્સમાં અસ્તવ્યસ્ત રીતે પૈસા રાખવા નહીં. સિક્કા અને નોટને અલગ અલગ રાખો. જો તમે પૈસા યોગ્ય રીતે રાખશો તો પૈસાનો બગાડ થશે નહીં.
તમારા પર્સમાં સોનાની અથવા પિત્તળની કોઈ પણ ચોરસ વસ્તુ રાખો. તે વસ્તુને દર ગુરુવારે ગંગા જળથી ધોઈને ફરી પછી પર્સમાં મૂકી દેવી. તમારા પર્સને સાફ રાખવું જોઈએ. આનાથી તમારા પર્સમાં કાયમી પૈસા રહેશે.
પર્સમાં થોડાક જ કાગળ રાખો. વધારે કાગળ ન રાખો. વધુ કાગળ રાખવાથી ખર્ચમાં વધારો થાય છે. ઉપરાંત પર્સ ખોવાઈ જવાનો ભય પણ રહે છે.
તમારા પર્સમાં તમારી રાશિની વસ્તુઓ રાખો. જે વસ્તુ તમારી રાશિ ચિહ્ન સાથે સંબંધિત છે તેનું પ્રતીક તમારા પર્સમાં રાખો. તમે તમારી રાશિથી સંબંધિત રંગની કોઈપણ વસ્તુ રાખી શકો છો. આનાથી ધન સરળતાથી પ્રાપ્ત થાય છે.