વાળને સીધા કરવા માટે પાર્લરમાં જવું જરૂરી નથી. પાર્લરમાં વાળ સીધા કરાવવાથી વાળને ખૂબ નુકસાન થાય છે. કારણ કે કેમિકલ અને હીટ વાળની હાલત ખરાબ કરી દે છે. તમે વાળ પર કેમિકલનો ઉપયોગ નથી કરવા માંગતા તો તમે ઘરે પણ જેલ બનાવીને જાતે વાળને સીધા કરી શકો છો તો ચાલો જોઇએ કેવી રીતે વાળને સહેલાઇથી ઘરે જ સીધા કરી શકાય.
સામગ્રી :-
– 3 ચમચી – અળસીના બીજ
– 2 ચમચી – એલોવેરા જેલ
– 2 ચમચી – એરંડાનું તેલ
– 1 ચમચી – લીંબુનો રસ
– 2 ચમચી – મધ
જેલ બનાવવાની રીત :-
– સૌ પ્રથમ એક કપ પાણી ઉકાળીને તેમા અળસીના બીજ 2-3 મિનિટ માટે ઉકાળી લો.
– જ્યારે પાણી જેલની જેમ ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દો.
– કોઇ પાતળા કાપડથી તેને ગાળી લો અને તેમા એલોવેરા જેલ, એરંડાનું તેલ, લીંબુનો રસ અને મધ મિક્સ કરી લો.
– આમ તૈયાર છે હોમમેડ જેલ, તમે તેને કોઇપણ ડબ્બામાં રાખી શકો છો.
ઉપયોગ કરવાની રીત :-
– વાળ પર જેલનો ઉપયોગ કરતા પહેલા નવશેકા પાણીથી વાળને ભીના કરી લો. તેનાથી બધા જ વાળ ખુલ્લા થઈ જશે.
– ત્યાર પછી વાળના મૂળમાં આ જેલને લગાવી લો
– 30 મિનિટ તેને વાળ પર લગાવી રાખો અને ઠંડા પાણથી વાળ ધોઇ વાળ પર કન્ડીશનર લગાવી દો.
– વાળ ધોયા બાદ ટુવાલથી લુછવા નહીં, તેને કાંસકાથી સીધા કરો અને હવામાં સુકાવા દો.
– વાળ સૂકવવા માટે હેર ડ્રાયનો ઉપયોગ કરવો નહીં.
ઘરેલુ જેલના ફાયદા :-
અળસીના બીજમાં પ્રોટીન, જિંક, મેગ્નેશ્યિમ, કેલ્શ્યિમ અને અન્ય કેટલાક પોષક તત્વ પણ રહેલા હોય છે. જે વાળના મૂળને પૂર્ણ રીતે પોષણ આપીને ડ્રાયનેસની સમસ્યાથી બચાવે છે. તેનાથી વાળ સીધા થવાનું પણ શરૂ થઇ જાય છે.