નવરાત્રી એ એક પવિત્ર તહેવાર છે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાને શક્તિની દેવી પણ કહેવામાં આવે છે. તેથી, નવરાત્રીના તહેવારને શક્તિની ઉપાસનાનો તહેવાર કહેવામાં આવે છે. નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો નવરાત્રીનું વ્રત રાખે છે તેમને દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે અને તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. માતા દુર્ગા તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. નવરાત્રી દરમિયાન અમુક કાર્યો કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિનું વરદાન આપે છે.
તમારા બધા કાર્યમાં સફળ થવા માટે અને સંપત્તિ મેળવવા માટે, નવરાત્રીની આઠમના દિવસે માતા મહાગૌરીને કમળનું ફૂલ અર્પણ કરવુ જોઈએ. કમળના ફૂલની સાથે માતાને તેનું સૌથી પ્રિય લાલ જાસુદનું ફૂલ ચઢાવો.
નવરાત્રીમાં દરરોજ, દેવી દુર્ગાને તાજા ફૂલો ચડાવવા જોઈએ અને ઘરમાં રહેલા મંદિરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાસી ફૂલોને ક્યારેય કચરાપેટીમાં નાખવા જોઈએ નહીં, પરંતુ તેને નદી અથવા કૂવામાં નાખવા જોઈએ.
નવરાત્રીમાં આઠમ અને શુક્રવારના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સાવરણી ખરીદવાથી તમારા અને તમારા પરિવારના સભ્યો પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
નવરાત્રીમાં દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. દુર્ગા સપ્તશીનો પાઠ કરવાથી તમને બધા કર્યોમાં સફળતા મળે છે.
તમારી બધી જ મનોકામના પૂરી કરવા માટે, નવરાત્રીમાં ગાયને રોટલી ખવડાવવી જોઈએ. નવરાત્રીના નવ દિવસ સુધી આ કાર્ય કરવાથી ખુબ જ શુભ ફળો પ્રાપ્ત થાય છે.
નવરાત્રીમાં ઘરના ઈશાન ખૂણામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પર હંમેશા માતા દુર્ગાની કૃપા રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.