જાણો શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલા 8 મુખ્ય સ્થળો વિષે, જ્યાં તેમણે વિતાવ્યું હતું પોતાનું જીવન…

342

હિંદુ સનાતન ધર્મને શ્રી કૃષ્ણએ એક અદ્યતન સ્વરૂપ આપીને ભાગવત ધર્મની સ્થાપના કરી હતી. આમાં વેદ વ્યાસ મુનિએ પણ ઘણું યોગદાન આપ્યું છે. ચાલો આપણે જાણીએ શ્રી કૃષ્ણના યુગમાં ક્યાં સ્થળે તેમની મુખ્ય સ્વરૂપે સ્થાપના થઈ હતી.શ્રી કૃષ્ણના જીવનમાં 8 અંકનો એક વિચિત્ર સંયોગ રહ્યો છે. ભગવાન વિષ્ણુએ આઠમા મનુ વૈવસ્વતના મન્વંતરના અઠયાવીસસમા દ્વાપરમાં આઠમા અવતાર શ્રી કૃષ્ણ રૂપમાં દેવકીના ગર્ભમાંથી આઠમા પુત્ર રૂપે મથુરાના કારાગરમાં જન્મ લીધો હતો.

શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની રાત્રે થયો હતો. તેનો જન્મ મધ્યરાત્રિએ આઠમા  શુભ ચોઘડીયામાં થયો હતો. રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના સંયોગ દ્વારા, જયંતિ નામના યોગમાં ઇસ. 3112 વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો. જ્યોતિષીઓના કહેવા મુજબ તેમનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો.

ભગવાન શ્રીકૃષ્ણ વસુદેવના આઠમા પુત્ર હતા. તેમને આઠ સખીઓ, આઠ પત્નીઓ, આઠ મિત્રો અને આઠ શત્રુ હતાં. ગુરુ સંદીપનીએ કૃષ્ણને વેદ અને શાસ્ત્રો સહિત 14 વિધાઓ અને 64 કળાઓનું જ્ઞાન આપ્યું હતું. આ રીતે તેના જીવનમાં આઠ અંકનું ખૂબ જ સંયોગ છે. એ જ રીતે મુખ્યત્વે આઠ નગરોમાં તેનું જીવન સંચાલિત થયું.

1. મથુરા :- અહીં તેનો જન્મ થયો હતો અને અહીં તે જરાસંધ સાથે અનેક યુદ્ધો લડ્યા હતા.

2. ગોકુલ-નંદગાંવ :- અહીં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું અને ઘણા અસુરનો વધ કર્યો હતો.

3. વૃદાંવન-મધુવન :- અહીં  તેમણે રાસલીલા કરી અને વિશ્વને પ્રેમનો પાઠ સમજાવ્યો હતો.

4. ગોવર્ધન :- અહીં  તેમણે પર્વતને ઉચક્યો હતો અને નવી પરંપરા અને તહેવારની ઉજવણી કરી હતી.

5. બરસાના :- અહીં તેની પ્રેમિકા રાધા રાણી રહેતી હતી.

6. ઉજ્જૈન :- મધ્યપ્રદેશના પ્રસિદ્ધ તીર્થ ઉજ્જૈનમાં સંદીપની આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણએ અભ્યાસ કર્યો હતો. તેથી જ આ સ્થાન પણ ખૂબ મહત્વનું છે. અહીં શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર પણ છે.

7. દ્વારિકા :- અહીં શ્રી કૃષ્ણએ એક નવું નગર વસાવીને પોતાનું નવું જીવન શરૂ કર્યું. અહીં જ તેમના લગ્ન થયા હતા, અને તેમનું જીવન આગળ વધ્યું હતું.

8. પ્રભાષ ક્ષેત્ર :- સોમનાથ નજીક પ્રભાષ ક્ષેત્ર જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

Previous articleમોર્નિંગ વોક પછી કરો આ 5 વસ્તુઓનું સેવન, જે તમારો વજન ઘટાડવામાં તેમજ તમારા સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક…
Next articleજાણો બ્રહ્મપુરાણની આ પવિત્ર કથા વિષે, જેને સાંભળવાથી થશે તમને મોક્ષની પ્રાપ્તિ…