જાણો, આ 5 આસન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો.

હેલ્થ

ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા પ્રતીદીન ખૂબ જ વધતી જાય છે. બદલાતી જીવનશૈલીને કારણે ડાયાબિટીઝની સમસ્યા વધી રહી છે. ડાયાબિટીઝના દર્દીઓને ખાવા પીવાની ખાસ કાળજી લેવી પડે છે. ડાયાબિટીઝ બ્લડ કે સુગરના સ્તરમાં વધારો થવાના કારણે થાય છે. ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખવા યોગા કરવા જરૂરી છે.

1) બાલાસન

ડાયાબિટીસના દર્દીઓએ બાલાસન નિયમિત પણે કરવું જોઈએ. બાલાસનની પ્રક્રિયા કરવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. બાલાસન યોગ કરવાથી પીઠ અને ખભાનો દુખાવો પણ ઓછો થાય છે. દરરોજ બાલાસન કરવાથી પાચનશક્તિ પણ ખૂબ મજબૂત થાય છે.

2) સેતુબંધાસન યોગ

સેતુબંધાસન યોગાસન કરવાથી બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં લાવી શકાય છે. ડાયાબિટીઝના દર્દીઓએ નિયમિતરૂપે સેતુબંધાસન યોગ કરવો જોઇએ. સેતુબંધાસન યોગ કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત મળે છે.

3) સર્વાગાસન

દરરોજ સર્વાંગાસન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. સર્વાગાસન કરવાથી ડાયાબિટીઝની સમસ્યામાં ફાયદો થાય છે. સર્વાગાસન નિયમિત પણે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે. સર્વાંગાસન કરવાથી બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે.

4) હલાસન

ડાયાબિટીઝના દર્દીઓ માટે હલાસન યોગને ખુબ વધારે મહત્વ આપવામાં આવે છે. નિયમિતપણે હલાસન કરવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં લાવી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ હલાસન કરવું જોઈએ.

 

5) પ્રાણાયામ

શરીરને સ્વસ્થ રાખવા અને રોગોથી દૂર રાખવા માટે દરરોજ પ્રાણાયામ કરવું જોઈએ. નિયમિત પ્રાણાયામ કરવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *