Homeફિલ્મી વાતોઆ અભિનેત્રીઓએ નિભાવ્યું હતું તેમના કરતા મોટી ઉંમરના અભિનેતાઓની માતાનું કિરદાર, 'બાહુબલી'માં...

આ અભિનેત્રીઓએ નિભાવ્યું હતું તેમના કરતા મોટી ઉંમરના અભિનેતાઓની માતાનું કિરદાર, ‘બાહુબલી’માં અનુષ્કા બની હતી પ્રભાસની માતા…

બોલીવુડમાં ઘણા કલાકારો તેમની ઉંમર કરતા મોટા અથવા તેમની ઉંમર કરતા નાના પાત્રો ભજવતા હોય છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેને હિરોઇન તરીકે વધુ સફળતા મળી નહીં તેથી તેઓએ ફિલ્મમાં માતાનું પાત્ર નિભાવવાનું શરૂ કર્યું અને તેમાં તેઓ ખુબ જ સફળ થઈ. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે ફિલ્મમાં તેમની ઉંમર કે તેથી વધુ ઉંમરના અભિનેતાઓની માતાનું કિરદાર નિભાવ્યું છે.

1) નરગિસ :- 1957 માં આવેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ આજે પણ બધા લોકોને ખુબ જ પસંદ છે. આ ફિલ્મમાં અભિનેત્રી નરગિસ ‘સુનીલ દત્ત’ અને ‘રાજેન્દ્ર કુમાર’ની માતા બની હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, રાજેન્દ્ર કુમાર, સુનીલ દત્ત અને નરગિસનો જન્મ 1929 માં થયો હતો એટલે કે, ત્રણેયની ઉંમરમાં કોઈ ફરક નહોતો. તેમ છતાં, નરગિસે ‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં બંને અભિનેતાઓની માતાની ભૂમિકા નિભાવી હતી, જેને ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી.

2) રાખી ગુલઝાર :- વર્ષ 1982 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શક્તિ’ માં અભિનેત્રી રાખીએ અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અમિતાભ બચ્ચન રાખી ગુલઝાર કરતા ઉંમરમાં 5 વર્ષ મોટા છે.

3) રીમા લાગુ :- ફિલ્મોમાં માતાની ભૂમિકાને અલગ ઓળખ આપનાર દિવંગત અભિનેત્રી ‘રીમા લાગૂ’એ પણ તેનાથી મોટા અભિનેતાની માતાની ભૂમિકા ભજવી હતી. રીમાએ 36 વર્ષની ઉંમરે અભિનેતા ઋષિ કપૂરની માતાની ભૂમિકા ભજવી હતી. ઋષિ કપૂર રીમા કરતા 5 વર્ષ મોટા હતા. આ સિવાય રીમાએ બીજી ફિલ્મમાં પણ સંજય દત્તની માતાની ભૂમિકા નિભાવી હતી જો કે આ બંનેની ઉંમરમાં બહુ વધારે ફરક નહોતો.

4) શેફાલી શાહ :- અભિનેત્રી શેફાલી શાહે ફિલ્મ ‘વક્ત – ધ રેસ અગેસ્ટ ટાઇમ’ માં અક્ષય કુમારની માતાની ભૂમિકા નિભાવી હતી. અક્ષય કુમાર શેફાલી શાહ કરતા 5 વર્ષ મોટા છે. તેમ છતાં પણ તેણે અક્ષય કુમારની માતાનું પાત્ર ભજવ્યું હતું.

5) અનુષ્કા શેટ્ટી :- સાઉથ ઇન્ડિયન ફિલ્મોની મહશુર અભિનેત્રી ‘અનુષ્કા શેટ્ટી’એ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘બાહુબલી’માં અભિનેતા પ્રભાસની માતાની ભૂમિકા નિભાવી હતી. અનુષ્કા શેટ્ટી પ્રભાસ કરતા બે વર્ષ નાની છે. પરંતુ તેના પાત્રને પ્રેક્ષકોએ ખુબ જ પસંદ કર્યું હતું અને તેને આ ફિલ્મમાં ખૂબ જ પ્રશંસા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments