વિચિત્ર ઘટનાઓ સાથે દરેકની સાથે બને છે. જેનાથી માણસ નકારાત્મક શક્તિઓને કર્ષિત કરે છે. જો કે આ બધી વાતો અંધશ્રદ્ધાના આધારે કહેવામા આવી છે. જીવનમા કેટલીક ઘટનાઓ દરેક મનુષ્ય સાથે બને છે જેના માટે તે હંમેશા જવાબો શોધે છે. પરંતુ આ પ્રશ્ન એક વણઉકેલાયેલ રહસ્ય બની જાય છે. લાખો પ્રયત્નો પછી પણ તેઓ આ રહસ્ય હલ કરવાનો વધુ પ્રયાસ કરે છે તેમા તે વધુ ફસાઇ જાય છે.
પરંતુ એવુ પણ માનવામા આવે છે કે માનવ જીવનમા ઘણી વખત આવી વિચિત્ર ઘટના ઘટતી રહે છે જેનાથી કંઈક અલગ જ વિચાર કરવા માટે મજબુર કરે છે. ઘણી વખત મનુષ્ય આવી કેટલીક ભૂલ કરે છે જેના કારણે નકારાત્મક શક્તિઓ પોતાની તરફ ખેંચાય આવે છે.
આવી સ્થિતિમા આ નકારાત્મક બાબતોથી દૂર રહેવા માટે ઘણા પગલાં સૂચવવામા આવ્યા છે જેથી મનુષ્ય આ નકારાત્મક બાબતોથી દૂર રહી શકે. જો કે આ વસ્તુ કેટલી મજબૂત છે તેના વિશે કોઈ સચોટ પરિણામ નથી, પરંતુ હજી પણ માન્યતાઓને આધારે કહેવામાં આવ્યું છે કે દુષ્ટ શક્તિઓને ટાળવા માટે તમારે શું કરવું જોઈએ. તો ચાલો જાણીએ એવી ભૂલ વિષે.
૧) એવુ માનવામા આવે છે કે ઘણીવાર સૂર્ય ડૂબ્યા પછી છોકરીઓના ખુલ્લા વાળ ન હોવા જોઈએ. આ પોતાની તરફ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે.
૨) ખાસ કરીને છોકરીઓએ અમાસની ચંદ્રની રાતે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. આ નકારાત્મક શક્તિ પણ મનુષ્યની પાછળ પડે છે.
૩) રાત્રે ઘરેથી નીકળતી વખતે તેજ સુગંધ વાળા અંતરનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણ કે એવુ માનવામા આવે છે કે તેજ સુગંધ નકારાત્મક શક્તિઓને ખૂબ ઝડપથી આકર્ષિત કરે છે.
૪) એક એવી માન્યતા પણ છે કે કોઈએ અંતિમ સંસ્કાર કર્યા પછી પાછળ જોવુ જોઈએ નહી. પાછળ જોતા તેઓ તમારી સાથે જોડાશે.