Homeઅજબ-ગજબભારતની સૌથી દુર્લભ ચા, જે 75 હજાર રૂપિયામાં વેચાય છે પ્રતિ 1...

ભારતની સૌથી દુર્લભ ચા, જે 75 હજાર રૂપિયામાં વેચાય છે પ્રતિ 1 કિલો, દુનિયાભરમાં છે તેની ડીમાંડ…

ભારતના લગભગ દરેક ઘરમાં સવારે ચા બનાવવામાં આવે છે અને ચા પીવાથી જ મોટાભાગના લોકોની ઉંઘ ઉડે છે. ચાની દરેક ચુસકી તાજગીની અનુભૂતિ આપે છે. જો ચાની વાત કરવામાં આવે અને આસામનો ઉલ્લેખ કરવામાં ન આવે, તો તે વાત જ અધૂરી રહે છે. અસમના ખેતરોમાં ચાની ઘણી જાતોનું વાવેતર થાય છે. તાજેતરમાં, આસામમાં દુર્લભ પ્રજાતિની એક ચાએ રેકોર્ડ બનાવ્યો છે. આ ચાને હરાજી કેન્દ્રમાં 75 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચવામાં આવી.

તમને જણાવી દઈએ કે “મનોહારી ગોલ્ડ ટી” એક ખાસ પ્રકારની દુર્લભ ચા છે. આ ચાને  ગુવાહાટીના હરાજી કેન્દ્રમાં 75 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી છે. મનોહારી ગોલ્ડ ટી આસામમાં આ વર્ષે નોંધાયેલી ચાની સૌથી વધુ કિંમત છે. આ વિશેષ ચાનું વાવેતર કરનાર ‘મનોહારી ટી સ્ટેટ’નું કહેવું છે કે, આ વર્ષે તેને માત્ર 2.5 કિલો ચાનું ઉત્પાદન થયું છે. કુલ ઉપજમાંથી 1.2 કિલો ચાની હરાજી કરવામાં આવી.

મનોહરી ટી સ્ટેટના ડાયરેક્ટર ‘રાજન લોહિયા’ના જણાવ્યા અનુસાર, તે એક ખાસ પ્રકારની ચા છે, જે સૂર્યના કિરણો જમીન પર પડતા પહેલા સવારે 4 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન તોડવામાં આવે છે. આ ચાના પાનનો રંગ આછો પીળો હોય છે. એટલું જ નહીં, આ ચા તેની વિશેષ પ્રકારની સુગંધ માટે પણ ખુબ જ પ્રખ્યાત છે.

આસામમાં, આ દુર્લભ ચા ની ખેતી 30 એકરમાં કરવામાં આવી હતી. આ ચાના છોડમાંથી પાંદડાઓ અને તેની સાથે કળીઓ પણ તોડવામાં આવે છે, પછી ફાર્મેટેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. ફાર્મેટેશનની પ્રક્રિયા બાદ ચાના પાનનો રંગ લીલામાંથી ભૂરો થઈ જાય છે. અને સૂકાયા પછી આ ચાના પાનનો રંગ સોનેરી થઈ જાય છે.

ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ મુજબ લોકડાઉન, ચોમાસુ અને પૂરની સીધી અસર આસામના ચાના બગીચાઓમાં પણ પડી છે. ચા ઉદ્યોગને આ વર્ષે 1 હજાર કરોડની ખોટ થઈ છે. પરંતુ હાલમાં મનોહર ગોલ્ડ ટીની હરાજીના કારણે થોડી રાહત મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments