બદલાતી જીવનશૈલી અને અનિયમિત આહાર વચ્ચે આપણે આપણા હૃદયની તંદુરસ્તી માટે કાળજી લેવાની જરૂર છે. જો આપણું હૃદય સ્વસ્થ રહે, તો આપણું શરીર પણ અનેક રોગોથી સુરક્ષિત રહેશે. તેથી હૃદયને સ્વસ્થ રાખવા માટે, તમારે યોગ્ય ખોરાક લેવો જોઈએ, તણાવથી બચવું જોઈએ, યોગા કરવા જોઈએ.
હૃદયના સ્વાસ્થ્ય માટે, આપણા ખોરાકમાં વાપરવામાં આવતું રસોઈ તેલ એટલે કે ખાદ્ય તેલ યોગ્ય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, તે આપણા હૃદયને અસર કરે છે. આપણે એવા તેલનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. તો ચાલો તમને જણાવીએ, ક્યુ તેલ હૃદય માટે ફાયદકારક છે.
1. ઓલિવ તેલ :- ઓલિવ તેલ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મોનોઅનસૈચ્યુરેટેડ ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હોય છે. ન્યુ યોર્કની નોર્થવૈલ હેલ્થ સૈંડ્રા એટલસ બાસ હાર્ટ હોસ્પિટલમાં કરવામાં આવેલા સંશોધન મુજબ, દરરોજ અડધો ચમચી ઓલિવ તેલનું સેવન કરવું જોઈએ. જેનાથી રક્તવાહિનીના રોગોનું જોખમ 15 ટકા અને હૃદય રોગનું જોખમ 21 ટકા ઓછું થાય છે.
2. એવોકાડો તેલ :- એવોકાડો તેલ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. એવોકાડો તેલ અશુદ્ધ તેલ છે, તેથી તેમાં તમામ જરૂરી પોષક તત્વો શામેલ છે. એવોકાડો તેલમાં વધુ માત્રામાં વિટામિન ઇ, પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને મોનોઅનસૈચ્યુરેટેડ ફેટી એસિડ્સ જોવા મળે છે. આ કારણોસર, તે આપણા હૃદય માટે શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. આ તેલ ખાવાથી હાર્ટએટેકની સમસ્યા થતી નથી.
3. તલ નું તેલ :- તલના તેલના ઘણા ફાયદાઓ છે. તલનું તેલ ખોરાકનો સ્વાદ પણ વધારે છે. આ તેલમાં પૉલિઅનસૈચ્યુરેટેડ અને મોનોઅનસૈચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે, જે શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જો તમે રસોઈ માટે તલના તેલનો ઉપયોગ કરો, તો તમને હૃદયના રોગ થતા નથી.
4. અળસીનું તેલ :- અળસીના તેલનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે ઓછો થાય છે. અળસીનું તેલ સલાડ અને સોડા બનાવવામાં વધારે ઉપયોગી છે. આ તેલનો સ્વાદ તમને યોગ્ય લાગશે નહીં, પરંતુ હૃદયની તંદુરસ્તી માટે આ તેલ ખુબ જ ફાયદાકારક છે. અળસીના તેલમાં અલ્ફા-લિનોલીક એસિડ હોય છે જે ઓમેગા-3 ફેટી એસિડ્સનો એક ભાગ છે. અળસીના તેલનું સેવન કરવાથી તમને ઇંફ્લેમેશન બીમારીઓ થતી નથી. આ તેલ હૃદય સંબધિત બીમારીઓ માટે ફાયદાકારક છે.