પિતા ટાયર પંચરની દુકાન ચલાવે છે, BAમાં ભણતા પુત્રએ બનાવી બેટરીથી ચાલતી મોટરસાયકલ…

374

મોટા મોટા લોકો મુશ્કેલીઓથી નીકળી ને જ કંઈક બન્યા છે. આ વાત ને સિદ્ધ યુપીના મિર્ઝાપુરના એક ખેડૂત પુત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નીરજ મૌર્યાએ 50 કિલોમીટર સુધી શકે તેવી બેટરીવાળી મોટરસાયકલ બનાવી છે.નીરજના પિતા વ્યવસાયે ખેડૂત છે અને ટાયર રિપેર નું પણ કામ કરે છે. મિર્ઝાપુર જિલ્લાના પંચશીલ ડિગ્રી કોલેજ મવઈકલાના બીએ ના વિદ્યાર્થી નીરજે ખૂબ જ મહેનત બાદ આ બેટરીથી ચાલતી મોટરસાયકલ બનાવી છે.

અહેવાલ મુજબ નીરજને આ મોટરસાઇકલ બનાવવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. મોટરસાયકલ તૈયાર થયા પછી, તેમાં બેટરી મૂકવા માટે તેમની પાસે પૈસા નહોતા. બેટરી માટે નાણાં એકત્ર કરવા નવરાત્રીમાં મૂર્તિ બનાવીને પૈસા ભેગા કર્યા.

આ બાઇકની વિશેષતા એ છે કે, એકવાર ચાર્જ થવા પછી તે સરળતાથી 50 કિમી સુધીનું અંતર કાપી શકે છે. મોટરસાયકલમાં આગળ વધવાની સાથે સાથે પાછળ જવા માટે પણ ગિયર લગાવવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ નીરજને અભિનંદન આપવા માટે છાનવે ના ધારાસભ્ય રાહુલ પ્રકાશના ઘરે પહોંચી ગયા.

નીરજે આ બાઇક બનાવવામાં 30 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. આ મોટરસાયકલ અન્ય બાઇકોની જેમ ઝડપ પણ પકડી લે છે. નીરજે કહે છે કે સરકારની દ્વારા જો સબસિડી મળે તો મોટરસાઇકલ ની કિંમતમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. કોઈ તકનીકી અભ્યાસક્રમ ન કર્યો હોવા છતાં નીરજની ઓટોમોબાઈલમાં નિપુણતા થી પિતાને પણ તેના પુત્ર પર ગર્વ કરે છે.

નીરજનું સપનું છે કે તેણે બનાવેલ આ મોટરસાયકલનો લોકો ઉપયોગ કરે જેથી તે પર્યાવરણને પ્રદૂષણથી બચાવી શકાય.

Previous articleમાત્ર 1 રાતમાં પેટથી લઈને આંતરડાની સફાઈ કરી કબજીયાતથી કાયમી છુટકારો આપશે આ ચૂર્ણ
Next articleશા માટે કન્યાદાન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણએ બલરામને તેનું મહત્વ જણાવ્યું હતું, જાણો ક્ન્યાદાનનું મહત્વ…