જાડી જાડી સાંભળીને કંટાળી ગયેલી આ છોકરીએ 6 મહિનામાં ઉતાર્યો 51 કિલો વજન…

991

વધતું વજન સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ જ નહીં, પણ સમાજમાં લોકો દ્વારા મજાક પણ ઉડાવાય છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઓછું કરવા અને જીવનશૈલીની યોગ્ય રીતનું અનુસરણ કરો છો, તો તમે તંદુરસ્ત થઈ શકો છો. હવે આ 23 વર્ષીય છોકરી જોઆના જોસેફ ને જ લઈ લો.તેને માત્ર 6 મહિનામાં તેનું 51 કિલો વજન ઓછું કરી દીધુ છે. આજે તે એક મોડેલ પણ છે.

જોઆના જોસેફ નાની હતી ત્યારે ખૂબ જાડી હતી. 104 કિલો વજન હોવાથી શાળા અને પરિવારમાં તેની મજાક ઉડાવવામાં આવતી. આવી સ્થિતિમાં, તેમણે પોતાને ફિટ કરવાનું પડકાર તરીકે લીધું.

તેણે રાત-દિવસ સખત મહેનત કરી. આ સમય દરમિયાન તેની પ્રબળ ઇચ્છાશક્તિએ ઘણી મદદ કરી. તેની સખત મહેનતનું તેને ફળ પણ મળ્યું. 51 કિલો વજન ઘટાડ્યા પછી તે હવે એક મોડેલ અને અભિનેત્રી છે.

તે અભિનય અને મૉડલિંગની સાથે અભ્યાસ પણ કરે છે. જોઆના કહે છે કે લોકોના મજાકથી કંટાળ્યા પછી મેં 15 વર્ષની ઉંમરે મારી જીવનશૈલી બદલી નાખી. મેં હેલ્ધી ખાવાનું શરૂ કર્યું અને રોજ વર્કઆઉટ પણ કરતી. લાખો લોકો ઇન્સ્ટાગ્રામ પર જોઆનાને ફોલો કરે છે.

જો તમારે પણ જોઆના જેવું વજન ઓછું કરવું હોય તો ટેન્શન ન લો. આજે અમે તમને જાડા થી ફીટ થવાનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ. જોઆના નાસ્તામાં નારંગીનો રસ, કેટલાક ફળ અને માખણ સાથે  હોલમીલ બ્રેડના બે ટુકડા ખાય છે. બપોરના ભોજન માં બ્રાઉન ચોખા સાથે બાફેલું ચિકન, માછલી, ઇંડા, અને સલાડ લે છે 

રાત્રિભોજન વિશે વાત કરીએ તો, તે કરી અને શાકભાજી સાથે રોટલી ખાય છે. તેની સાથે જ એક કપ ગ્રીન ટી પણ પીવે છે. તે કહે છે કે આપણે રાત્રે 7 વાગ્યા પહેલાં જમવું જોઈએ. જેથી શરીરને ખોરાક પચાવવા માટે વધુ સમય મળે અને શરીરમાં ચરબીનો સંગ્રહ ન થાય. આ સિવાય તેમના આહારમાં ઘણા બધા પાણીનો સમાવેશ થાય છે.

તમને આશ્ચર્ય થશે કે જોઆના જીમમાં ગયા વિના પાતળી થઈ ગઈ. તે ઘરે જ વર્કઆઉટ કરતી હતી. તેના માટે તેણે પહેલા બે 5 કિલોના ડમ્બેલ્સ અને એક જિમ મેટ લીધી. પછી મોબાઈલ પર વર્કઆઉટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેને ફોલો કરી. આ સિવાય તે સાંજે બે કલાક જોગિંગ પણ કરતી હતી. તે વર્કઆઉટ પહેલાં એક કપ બાફેલી શાકભાજી સાથે ચિકન અને માછલી ખાતી હતી. વર્કઆઉટ પૂર્ણ થયા બાદ તે ગ્રીન ટી પીતી હતી.

Previous articleઅધધધ! 4 મહિનામાં 170 કંપનીમાં કરી અરજી, પોતાના ખર્ચ માટે વેચતો હતો સમાચારપત્ર આજે છે પોતાની મલ્ટીનેશનલ કંપની.
Next articleજો જો તમે પણ નથી કરતા ને શિયાળામાં ચહેરા પર આ વસ્તુ લગાવાની ભૂલ, નઈ તો થઈ જશે આટલું મોટું નુકશાન…