તમે બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘લાવારીસ’નું ગીત તો સાંભળ્યું જ હશે, ‘જીસકી બીવી લંબી ઉસકા ભી બડા નામ હૈ, કોઠે સે લગા દો સીડી કા ક્યા કામ હૈ.’ આ ગીત ચીનના આ 14 વર્ષના છોકરા પર બંધબેસે છે, “રેન કીયૂ”ની લંબાઈ 7 ફૂટથી પણ વધુ છે. 13 થી 18 વર્ષની કિશોર વયમાં આ છોકરાની ઉંચાઇ સૌથી વધુ છે. ખુબ જ લાંબી ઉંચાઈને લીધે તેને ઘણા લોકો ચીડવે પણ છે, પરંતુ રેનએ સૌથી લાંબો ટીનએજ બોય તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ચીનીના સિચુઆનના લેશાન શહેરનો સ્કૂલબોય તેની ઉંમરના અન્ય છોકરાઓ કરતા ઓછામાં ઓછો બે ફૂટ ઉંચો છે. તેને વિશ્વનો સૌથી લાંબી ઉંચાઈ ધરાવતો કિશોર એટલે કે ટીનએજ તરીકે ઓળખવામાં આવે છે.
18 ઓક્ટોબર 2020 ના રોજ રેન કીયૂએ તેનો 14 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે તેની ઉંચાઇ માપવામાં આવી તો, તેની ઉંચાઈ 7.3 ફુટ થઈ.
તેની લાંબી ઉંચાઇ અંગે, રેન જણાવે છે કે, તેને ઘણી વખત તેની આ ઉંચાઈથી ફાયદો થાય છે. લાંબી ઉંચાઈને કારણે, તે સરળતાથી શેરીઓમાં સ્ટ્રીટ લાઇટ્સ સુધી પહોંચી શકે છે અને ઉભા રહીને જ બધુ કામ કરી શકે છે.
આ છોકરો એટલો ઉંચો છે કે, તેને બેસવા માટે અલગ ટેબલ અને ખુરશી બનાવવામાં આવી છે. રેન તેના પર બેસીને જ તેનો અભ્યાસ કરે છે. તેના માપના કપડાં શોધવા પણ મુશ્કેલ છે. તેની માતાને તેના માટે ખાસ ઓર્ડર આપીને જિન્સ બનાવડાવા પડે છે. રેન કહે છે કે ‘જ્યારથી મેં સ્કૂલમાં પ્રવેશ કર્યો છે, ત્યારે મેં જોયું છે કે હું મારી ઉંમરના અન્ય બાળકો કરતા સૌથી ઉંચો છું’.
તમને જણાવી દઈએ કે, રેનએ વિશ્વના સૌથી લાંબા મેઇલ ટીનએજર (કિશોર વયનો છોકરો) તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ માટે, તેણે તેના જન્મદિવસના દિવસે લેશાન શહેરની એક હોસ્પિટલમાં તેની ઉંચાઇનું મપાવી. ઉંચાઇ માપવાવાળી ટીમે તેની લંબાઈની સાથે તેના હાથ, આંગળીઓ અને પગની લંબાઈ પણ માપી છે.