ચાર ચોપડી ભણેલા આ દાદાએ બનાવ્યુ અધિકારીઓનું ઘર, એક ઘરમાં IAS, IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ…

852

ભારતમાં એક પરિવાર છે, જેમાં IAS, IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ છે. મૂળરૂપે, આ ​​કુટુંબ હરિયાણાના જીંદ જિલ્લાના  ડુમરખા કલા ગામનું છે. આ બધાની સફળતાનો મોટો શ્રેય ચૌધરી બસંતસિંહ શ્યોકંદ ને જાય છે. જે અભ્યાસનું મહત્વ જાણતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચૌધરી બસંતસિંહ શ્યોકંદ પોતે માત્ર ચાર જ ભણેલાં છે. છેલ્લા મે મહિનામાં તેમણે 99 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું હતું. પરંતુ તે હંમેશાં તેના કુટુંબને ઉંચા હોદા સુધી પહોંચાડવા માટે યાદ કરવામાં આવશે.

એકલા બસંતસિંહના પરિવારએ દેશ ને 2 IAS ,1 IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ ના અધિકારીઓ આપ્યા છે. એવું કહેવામાં આવે છે કે ઓછા શિક્ષિત બસંતસિંહની મિત્રતા હંમેશાં વરિષ્ઠ અધિકારીઓ સાથે રહી છે. આ બધું જોઈને, તેમણે તેમના બાળકોને શિક્ષા આપી અને તેમના જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી. બસંતસિંહના પુત્ર-પુત્રી, પુત્રવધૂ અને પૌત્રી પણ અધિકારીઓ છે. તેના ચારેય પુત્રો ફર્સ્ટ ક્લાસના અધિકારી છે, જ્યારે પુત્રવધૂ અને પૌત્ર IAS છે. આ સાથે, તેની પૌત્રી IPS છે, તો એક IRS અધિકારી છે.

એક અહેવાલ મુજબ, બસંતસિંહનો મોટો દીકરો રામકુમાર શ્યોકંદ કોલેજના નિવૃત્ત પ્રોફેસર છે, જેનો પુત્ર યશેન્દ્ર IAS છે અને પુત્રી સ્મિતી ચૌધરી અંબાલામાં રેલવે એસપી તરીકે કાર્યરત છે. સ્મિતીના પતિ બીએસએફમાં આઈજી છે.

બસંતસિંહનો બીજો પુત્ર કોન્ફ્રેડમાં જીએમ હતો અને તેની પત્ની ડેપ્યુટી ડીઇઓ રહી ચુક્યા છે. આ રીતે, આ લિસ્ટ ખૂબ લાંબી છે. પુત્રવધુ-પુત્ર, પૌત્ર અને પૌત્રી કોઈને કોઈ મોટી સરકારી પોસ્ટ પર કાર્યરત છે. બસંતસિંહ માટે આનાથી મોટી ગર્વ ની વાત શું હોઈ શકે?

Previous articleસોનુ સુદ બન્યો મજૂરોનો મસીહા, તેના ચાહકો એ બનાવ્યું મંદિર.
Next articleIPS અંકિતા શર્મા: તે પોતે એક નાનકડા ગામથી નીકળી ઓફિસર બની, હવે ડ્યુટી પછી ભણાવે છે ગરીબ યુવાનોને…