આજના સમયમાં, દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી જોવા મળે છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે, જેથી ખેતીમાં મહત્તમ અનાજનું ઉત્પાદન થાય. જો તમે વિચારી રહ્યા છો કે, જમીન પર જ ખેતી શક્ય છે, તો પછી તમે કદાચ જાણતા નહીં હોવ કે, એક એવો દેશ છે જ્યાં દિવાલો પર પણ ખેતી કરવામાં આવે છે.
અહીં ડાંગર અને ઘઉંની સાથે શાકભાજી પણ દિવાલો પર ઉગાડવામાં આવે છે. આ ટેક્નોલોજી ધીમે ધીમે વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહી છે. આ ટેક્નોલોજીને ઉભી ખેતી એટલે કે ‘દિવાલ ખેતી’ કહેવામાં આવે છે. તો ચાલો તેના વિશે જાણીએ…
ઉભી ખેતી એટલે કે દીવાલ પર ખેતી કરનારા દેશનું નામ ‘ઇઝરાઇલ’ છે. ઇઝરાઇલ અને અન્ય ઘણા દેશોમાં ખેતીલાયક જમીનની અછત છે અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ત્યાંના લોકોએ ઉભી ખેતી એટલે કે દીવાલ ખેતી અપનાવી છે.
ઇઝરાઇલની કંપની ગ્રીનવોલના સ્થાપક ‘પાયોનિર ગાઈ બારનેસના’ જણાવ્યા અનુસાર, તેમની કંપની ગૂગલ અને ફેસબુક સાથે પણ સંકળાયેલી છે, જેના સહકારથી ઇઝરાઇલમાં ઘણી દીવાલો પર વર્ટિકલ ફાર્મિગ ટેક્નોલોજીથી ખેતી કરવામાં આવે છે.
ઉભી એટલે કે દીવાલ ખેતીમાં છોડને નાના એકમોમાં રોપવામાં આવે છે અને તે સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, છોડ કુંડામાંથી બહાર ન ફેલાય. આ કુડામાં સિંચાઇ માટે પણ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અનાજ ઉગાડવા માટે થોડા સમય માટે એકમો દિવાલમાંથી કાઢી નાખવામાં આવે છે અને ફરી પાછા દિવાલમાં લગાડવામાં આવે છે.
ઇઝરાઇલ સિવાય અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ ઉભી ખેતી એટલે કે દિવાલ ખેતીની ટેક્નોલોજી ઝડપથી ફેલાઈ રહી છે. આવી ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, દિવાલ પર છોડ હોવાથી ઘરનું વાતાવરણ ઠંડુ રહે છે અને આજુબાજુના વાતાવરણમાં ભેજ પણ જળવાઈ રહે છે. આ સિવાય ધ્વનિ પ્રદૂષણની અસર પણ ઓછી થાય છે.