આ દેશમાં પિતા બન્યા પછી સૌથી વધુ રાજા આપવામાં આવે છે.

જાણવા જેવું

પિતા બનવુ એ વિશ્વની સૌથી સુંદર લાગણી છે. ઘણી વખત બાળકના પિતા પણ ઈચ્છે છે કે તે પણ ઘરે જ રહે અને માતાની જેમ પોતાના બાળકની સારી સંભાળ રાખે.કારણ કે નવા આવેલા નાનામા નાના મહેમાન સાથે સમય પસાર કરવાનો અનુભવ જુદો છે.

આ ખુશીની ક્ષણોમા વધારો કરવા માટે ઘણા દેશો બાળકના પિતાને ઘણી રજા આપે છે. આ કિસ્સામા જાપાન ટોચ પર આવે છે. પિતા બન્યા પછી ૩૦ અઠવાડિયાની રજા આપે છે અને સંપૂર્ણ પગાર આપવાની જોગવાઈ હોય છે. આ હોવા છતા ફક્ત ૫ ટકા પુરુષો અહી રજા લે છે.

કોરિયા જાપાન પછી બીજા ક્રમે આવે છે. અહી પણ સંપૂર્ણ પગાર સાથે ૧૭ અઠવાડિયાની રજા આપવામા આવે છે. અહીંની સ્થિતિ જાપાન જેવી કંઈક અંશે સમાન છે. જાપાનની જેમ અહી પણ વેકેશન લેવાવાળા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

પોર્ટુગલ આ યાદીમા ત્રીજા સ્થાને છે. આ તે જ દેશ છે જેનો ભારતમા ગોવા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પોર્ટુગલમા પિતા બન્યા પછી તેમનો પગાર કાપ્યા વિના ૨૦ દિવસની રજા આપવામા આવે છે. આ પછી અહી ૧૨.૫ અઠવાડિયા માટે ઓછા અથવા ઓછા પગાર સાથે લઈ વેકેશન લઈ શકાય છે.

આ કિસ્સામાં સ્વીડન ચોથા નંબર પર આવે છે. સ્વીડને પણ પોતાના દેશમાં પિતા બનનારા પુરુષોને ૯૦ દિવસની રજા આપવાનો નિયમ બનાવ્યો છે. જ્યારે બંને માતા-પિતા કુલ ૪૮૦ દિવસની રજા લઈ શકે છે. જો કે આ સમયગાળા દરમિયાન પગાર ઓછો મળે છે. પરંતુ ૯૦ દિવસની રજા પર કોઈપણ પ્રકારના પગારમાંથી કોઈ કપાત કરવામા આવતી નથી.

હવે આપણે એ દેશની વાત કરીએ જે આ સૂચિમાં પાંચમાં ક્રમે આવતો એટલે કે એસ્ટોનીયા. એસ્ટોનીયામા બાળકના જન્મ પછી બે અઠવાડિયાની રજા લઈ શકાય છે અને તે પછી પણ ઘણા બધા વિકલ્પો આપવામા આવે છે પગાર વિના જેથી બાળકના પિતાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

જો તમારા મનમાં કોઈ સવાલ છે કે આ સૂચિમા આપડે કયા નંબર આવ્યે છે તો ચાલો અમે તમને જણાવીએ. ભારત આ યાદીમાં ૧૩ મા ક્રમે આવે છે. ભારતમા વર્ષ ૨૦૧૭ થી ૧૫ દિવસની રજા લેવાનો અધિકાર છે. આ દરમિયાન સંપૂર્ણ પગાર ચૂકવવામા આવે છે. એ વાત જુદી છે કે કેટલીક ખાનગી કંપનીઓ પણ આથી લાંબી રજા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *