વિશ્વનું આ એક અનોખું ગામ, જ્યાં રહે છે માત્ર એક જ મહિલા, ખૂબ જ રસપ્રદ છે આ કહાની…

226

સામાન્ય રીતે, નાનામાં નાના ગામમાં પણ ઓછામાં ઓછા 50 થી 100 લોકો રહેતા હોય છે. પરંતુ વિશ્વનું એક એવું ગામ છે, જ્યાં માત્ર એક જ વૃદ્ધ મહિલા રહે છે. આ મહિલા ઘણાં વર્ષોથી આ ગામમાં એકલા રહે છે. આજે અમે તમને આ ગામ અને સ્ત્રીને લગતી એક રસપ્રદ વાત જણાવીશું.

આ ગામનું નામ ‘મોનોવી’ છે, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. 2010ની વસ્તી ગણતરી અનુસાર, અહીં માત્ર એક જ વૃદ્ધ મહિલા રહે છે, તેનું નામ ‘એલ્સી આઈલર’ છે. હાલમાં તેની ઉંમર લગભગ 86 વર્ષ છે. ‘એલ્સી આઇલર’ 2004 થી આ ગામમાં એકલા જ રહે છે.

54 હેક્ટરમાં ફેલાયેલા મોનોવી ગામમાં પહેલા લોકો વસવાટ કરતા હતા. એક રિપોર્ટ મુજબ, અહીં 1930 માં 123 લોકો રહેતા હતા, પરંતુ ધીરે ધીરે વસ્તીઓછી થવા લાગી. 1980 માં આ ગામમાં ફક્ત 18 લોકો જ રહેતા હતા.

ત્યારબાદ 2000 માં આ ગામમાં એલ્સી આઈલર અને તેના પતિ રૂડી આઈલર માત્ર બે જ લોકો રહેતા હતા. 2004 માં રૂડી આઈલરનું મોત થયું, તેથી એલ્સી આઈલર હવે આ ગામમાં એકલા જ રહે છે. 86 વર્ષીય એલ્સી આઈલર ગામમાં એક બારટેંડર ચલાવે છે, જેમાં અમેરિકાના રાજ્યો સિવાય અન્ય દેશોના લોકો પણ આવે છે. 

લોકો ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કુદરતી સૌંદર્યની આનંદ માણવા માટે આ ગામ આવે છે. એલ્સી આઈલરે તેના બારટેંડરમાં મદદ કરવા માટે કોઈ પણ  વ્યક્તિને રાખ્યા નથી. જે લોકો અહીં આવે છે, તે તેમને મદદ કરે છે.

એટલું જ નહીં, મોનોવી ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ છે, જે વર્ષ 1902 માં બનાવવામાં આવી હતી. પરંતુ ઓછી વસ્તીને કારણે, 1967 માં આ પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે, લોકોનું ગામ છોડવા પાછળનું મુખ્ય કારણ રોજગારી હતું. લોકો પોતાના અને તેના બાળકોના સારા ભવિષ્ય માટે ગામ છોડી શહેરોમાં સ્થાયી થયા.

Previous articleશું તમે જાણો છો કે કુતરાઓ રાત્રે શા માટે રડતા હોય છે તો જાણો તેની પાછળ નું આ રહસ્ય.
Next articleઆ શ્રાપને કારણે થયું હતું, દાનવીર કર્ણનું મૃત્યુ…